હાલ કલિયુગમાં પણ ભગવાન શ્રી હનુમાનજી સાક્ષાત હાજરા હાજૂર છે અને સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય એળે જતી નથી શ્રી હનુમાનજીનું આપણા ધર્મગ્રંથ રામાયણમાં અનેરું મહત્વ છે અને પ્રભુ શ્રી રામનું જ્યાં નામ લેવાતું હોય ત્યાં શ્રી હનુમાનજી હાજર થઈ જાય છે.
શ્રી હનુમાનજીનો જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

આ વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવનું પર્વ 23મી એપ્રિલે ઉજવવામાં આવશે યોગાનુયોગ મંગળવારે શ્રી હનુમાનજી જયંતિ આવે છે અને શ્રી હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો.

આવતી કાલે 23 એપ્રિલને મંગળવારે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મદિવસ છે ત્યારે પૂજા કરવા સિવાય ઘરમાં કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે, બજરંગબલીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ વધુ શુભ છે.

આ સમય દરમિયાન, હનુમાન ભક્તો ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરી પૂજા કરે છે
આ દિવસે રાશિ મુજબ પૂજા કરવામાં આવેતો જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ખાસ કરીને રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરવામાં આવેતો તમારા રાશિ સ્વામીની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
આવો જાણીએ કઈ રાશિના જાતકોએ કઈ રીતે પૂજા કરવી જોઈએ.

◆વૃષભ જાતકોએ 108 વાર ‘ૐ હં હનુમંતે નમઃ’આ મંત્રનો જાપ કરવો જોઈએ અને હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો. લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થશે

◆ મિથુન જાતકોએ હનુમાન જયંતીએ હનુમાન ચાલીસાનો કરી તેમની સામે 11 દીવા પ્રગટાવવા. હનુમાનજીને એલચી અર્પણ કરો. અભ્યાસ અને મનની ચિંતાઓ દુર થશે

◆સિંહ જાતકોએ હનુમાન જયંતીએ હનુમાન અષ્ટક સ્તોત્રનો પાઠ કરી હનુમાનજીને સિંદૂર ચઢાવવું જોઈએ. જેનાથી અકસ્માતો અને શરીરના કોઈ ઓપરેશનથી બચાવ થશે

◆હનુમાન જયંતીએ કન્યા જાતકોએ સુંદરકાંડનો પાઠ કરી ગાયને લીલા ઘાસનું દાન કરવું જોઈએ. હનુમાનજીને તુલસીદળ અર્પણ કરો. આર્થિક સમસ્યાઓ દૂર થશે

◆ તુલા જાતકોએ હનુમાન જયંતીએ બજરંગ બાણનો પાઠ કરી હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા ચઢાવવા. હનુમાનજીને સાકર અર્પણ કરો. મિલકત પ્રાપ્તિમાં આવતા અવરોધો દૂર થશે

◆ હનુમાન જયંતીએ વૃશ્ચિક જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરી વાંદરાઓને ભોજનનું દાન જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરો. સંતાન સંબંધી સમસ્યાઓ હલ થશે

◆ હનુમાન જયંતીએ ધન રાશિના જાતકોએ હનુમાન કવચનો પાઠ કરી મંદિરમાં હનુમાન ચાલીસાના પુસ્તકો વિતરણ કરો. હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરો. તેનાથી આર્થિક લાભ થશે

◆મકર જાતકોએ 108 વાર શ્રીરામ મંત્રનો જાપ કરી હનુમાનજીને લાડુ ચઢાવવા જોઈએ. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો. આ સામે રક્ષણ કરશે

◆હનુમાન જયંતીએ કુંભ જાતકોએ સુંદરકાંડનો વિધિવત પાઠ કરી હનુમાનજીને ચણાના લોટના લાડુ ચઢાવો. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો. આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્ય સુધરશે

◆ મીન જાતકોએ હનુમાન જયંતિએ અયોધ્યા પ્રસંગનો પાઠ કરી ગરીબોને ભોજન કે કપડાનું દાન કરવું. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો. લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થશે

◆ કર્ક જાતકોએ હનુમાન જયંતીએ શ્રીરામરક્ષા સ્તોત્રનો પાઠ કરી ગરીબોને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરો. રોજગારમાં આવતા અવરોધો દૂર થશે.

◆મેષ રાશિના જાતકોએ શ્રી હનુમાનજી જયંતીના રોજ બાલકાંડનો પાઠ કરી કન્યાની પૂજા કરવી જોઇએ અને હનુમાનજીને લાલ ફૂલ અપર્ણ કરો તેનાથી તમારા સ્વાસ્થ્યને લાગતી સમસ્યાઓ દૂર થશે.