આ અઠવાડિયું ફિલ્મ-સિરીઝ રસિયાઓ માટે બેસ્ટ રહેવાનું છે.
અમે તમારા માટે એક નવી યાદી લઈને આવ્યા છીએ જે વાંચી તમારું દિલ ખુશ થઈ જશે.
આ વખતે OTT સ્પેસમાં ઘણી બધી સામગ્રી બહાર પાડવામાં આવી છે, જેને તમે ફ્રી ટાઇમમાં જોઈ શકો છો. ફિલ્મ રસિકો માટે મનોજ બાજપેયીની ‘સાઇલેન્સ 2’ અને યામી ગૌતમની ‘આર્ટિકલ 370’ રિલીઝ થઈ છે.
યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. તે દોઢ મહિના પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી હવે તમે તેને OTT પર જોઈ શકો છો. ફિલ્મની વાર્તા કાશ્મીર પર આધારિત છે.
એમેઝોન પ્રાઇમ પર વેબ સીરિઝ ‘ફોલઆઉટ’ રિલીઝ કરવામાં આવી છે. તેની બીજી સિઝન આવી ગઈ છે. આ એક એપોકેલિપ્ટો ડ્રામા છે, જેમાં 270 વર્ષ પછીની વાર્તા બતાવવામાં આવી છે.
ડિઝની પ્લસ હોટસ્ટાર પર વેબ સિરીઝ ‘સી યુ ઇન અધર લાઈફ’ રિલીઝ થઈ છે, જે સ્પેનિશ ક્રાઈમ ડ્રામા છે. આ એક સત્ય ઘટના પર આધારિત શ્રેણી છે.
મનોજ બાજપેયી અને પ્રાચી દેસાઈની ક્રાઈમ થ્રિલર ‘સાયલેન્સ 2’ ZEE5 પર રિલીઝ થઈ ગઈ છે. વાર્તા એક ખૂનીની છે જે રેસ્ટોરન્ટમાં એક છોકરીની હત્યા કરે છે. મનોજ તેના સુધી કેવી રીતે પહોંચવામાં સક્ષમ છે તે બતાવવામાં આવ્યું છે.
ડિઝની પ્લસ હોઇસ્ટાર પર ફિલ્મ ‘સાઇરન’ રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરની છે જે ગુનેગાર બની જાય છે. 14 વર્ષ જેલમાં રહે છે અને મુક્તિની રાહ જુએ છે.
પ્રિયંકા ચોપરાની સિરીઝ ‘ટાઈગર’ 22 એપ્રિલે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સિરીઝ એક વાઘણના જીવન પર આધારિત છે જે ભારતના પ્રખ્યાત જંગલોમાં પોતાના બચ્ચાને ઉછેરી રહી છે.
આમ, ઉનાળાની ગરમીમાં વિકેન્ડમાં OTT સ્પેસમાં ફિલ્મ પ્રેમીઓ માટે ઘરમાં બેસીને TV ઉપર મજા માણવા ઘણી બધી સામગ્રી હશે