ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીઓ અગાઉ IPS કક્ષાના અધિકારીઓની બઢતી અને બદલીઓનો ગંજીપો ચિપાયો છે. રાજ્ય સરકારે આ લિસ્ટ ચૂંટણી પંચને સોપાયા બાદ ચૂંટણી પંચ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 35 IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતીના આદેશ વચ્ચે 10 IPS અધિકારીઓની સીધી બઢતી આપવામાં આવી છે.
સુરતને અનુપમસિંહ ગેહલોત નવા CP તરીકે મળ્યા છે. જ્યારે જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG તેમજ વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે. તેજ રીતે મનોજ અગ્રવાલને હોમગાર્ડમાં DGP અને કે એલ એન રાવને DGP પ્રિઝન એંડ કરેક્શનલ એડમિન બનાવાયા છે. જી એસ મલિકને DG તરીકે બઢતી મળી છે જ્યારે હસમુખ પટેલને બઢતી સાથે ડીજીપી બનાવાયા છે.
બ્રજેશ કુમાર ઝાને ADGP તો વબાંગ જામીરને ADGP તરીકે બઢતી અપાઈ છે. અજય ચૌધરીને ADGP તરીકે બઢતી અપાઈ છે જ્યારે અભય ચુડાસમાને ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. SG ત્રિવેદીને ADGP તરીકે બઢતી મળી છે અને જે આર મોથાલિયાને અમદાવાદ રેંજ આઈજી બનાવાયા છે. પ્રેમવીસિંહને સુરત રેંજ આઈજી જ્યારે નિલેશ જાઝડીયાને આઈજી તરીકે બઢતી અપાઈ છે.
બિપીન આહીરેને આઈજી તરીકે બઢતી મળી છે જ્યારે શરદ સિંગલને IG તરીકે બઢતી મળી છે પણ પોસ્ટિંગ બાકી છે. તેજ રીતેચિરાગ કોરડિયાને આઈજી તરીકે બઢતી કરાઈ પણ પોસ્ટિંગ બાકી છે.
-પી એલ મલને આઇજી તરીકે બઢતી
-એમ એલ નિનામાને IG તરીકે બઢતી અપાઈ
-એન એન ચૌધરીને આઈજીનુ પ્રમોશન
-એજી ચૌહાણને આઈજી તરીકે પ્રમોશન
-આર વી અસારીને આજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આઈપીએસની બદલીઓ (IPS Transfer) માટે એક પેનલ ચૂંટણી પંચને (Election Commission) મોકલવામાં આવી હતી, આથી,અગાઉથી માનવામાં આવતું હતું કે આગામી 48 કલાકમાં અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. અને તે મુજબ આદેશ થતા હવે લાંબા સમયથી અટકેલી IPS ની બદલીઓની પ્રક્રિયા પૂર્ણ થતા ખાલી પડેલી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે.