Student Visa Australia: ઇંગ્લિશ ટેસ્ટિંગ રિઝલ્ટ પણ હવે માત્ર એક વર્ષ માટે જ માન્ય રહેશે, એપ્લિકેશન વખતે જ જેન્યુઇન સ્ટુડન્ટ ટેસ્ટ (GTE) આપવો પડશે, રેગ્યુલર સ્ટુડન્ટ વિઝા માટે બેન્ડ પણ 5.5થી વધારીને 6.0 કરાયા

Australia Student Visa, Student Visa Rules Change, Australia, Cost of Living, ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા,

સ્ટુડન્ટ વિઝાની સાથે હવેથી ઓસ્ટ્રેલિયામાં સ્ટડી દરમિયાન રહેવાના ખર્ચમાં પણ વધારો થશે

Study Visa Australia: જો તમારે ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવો હોય તો રાહ જુઓ. કારણ કે હવે તે પહેલા જેવું સરળ નથી. ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સ્ટુડન્ટ વિઝા માટેના નિયમો પહેલાથી જ કડક બનાવવામાં આવ્યા છે. હાલની ‘જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટ’ (GTE) પોલિસી હવે ‘જેન્યુઈન સ્ટુડન્ટ’ (GS) પોલિસીના સ્થાને લાગુ કરવામાં આવશે. આ પછી, તમારે માત્ર વધુ મહેનત કરવી પડશે નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે પણ વધુ ખર્ચ કરવો પડશે. આ ફેરફારો 23 માર્ચ, 2024થી અમલમાં આવી રહ્યા છે.

કેનેડા અને યુકે બાદ આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ અંગેની જાહેરાત 11 ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. હવે નવો નિયમ 23 માર્ચ 2024 પછી સબમિટ કરવામાં આવેલી વિઝા અરજીઓ પર લાગુ થશે.

નવા નિયમમાં શું આવ્યો બદલાવ ?
ઇંગ્લિશ ટેસ્ટ સ્કોર : ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે જરૂરી IELTS સ્કોર 6.0 થી વધારીને 6.5 કરવામાં આવ્યો છે. તે જ સમયે, નિયમિત વિદ્યાર્થી વિઝા માટે આ સ્કોર 5.5 થી વધીને 6.0 થયો છે. ઉપરાંત, અંગ્રેજી ભાષાની પરીક્ષાની માન્યતા અવધિ ઘટાડીને એક વર્ષ કરવામાં આવી છે.
જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ: તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે વિઝા માટે અરજી કરતી વખતે નવી “જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ” આપવી જરૂરી છે. આ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાના તેમના ઇરાદાનું મૂલ્યાંકન કરશે.
વધુ ચકાસણી: ઉચ્ચ જોખમવાળી અરજીઓ નજીકથી તપાસને આધીન રહેશે.
સેવિંગ્સ માટે વધુ રૂપિયા જમા કરાવવા પડશે: વિદ્યાર્થી વિઝા માટે પાત્ર બનવા માટે જરૂરી બચત રકમને વધારીને આશરે $24,500 (અંદાજે રૂ. 20 લાખ) કરવામાં આવી છે.

વિઝા ઓસ્ટ્રેલિયા: ભારતીય વિદ્યાર્થીઓ પર અસર
અહેવાલો અનુસાર, 2022 માં ઓસ્ટ્રેલિયામાં 100,009 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ સંખ્યા પાછલા વર્ષો કરતા ઘણી વધારે છે. નિષ્ણાતો ચિંતિત છે કે આ નવા વિઝા નિયમો ભારતીય વિદ્યાર્થીઓના વિઝા સ્વીકૃતિ દર પર અસર કરી શકે છે.

ઓસ્ટ્રેલિયન સરકારે સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે “જેન્યુઈન સ્ટુડન્ટ (GS)” જરૂરિયાત અભ્યાસક્રમની પ્રગતિ, ઈમિગ્રેશન ઇતિહાસ અને વિઝા અનુપાલન જેવા વિવિધ પરિમાણોનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાના વિદ્યાર્થીના વાસ્તવિક ઈરાદાનું મૂલ્યાંકન કરશે. આ ફેરફારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદ્યાર્થીઓ ખરેખર ઓસ્ટ્રેલિયામાં તેમનો અભ્યાસ ચાલુ રાખવા માગે છે.