Employer જો વિઝા શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો હવેથી સીધો જ Accreditation સસ્પેન્ડ કરાશે, અગાઉ સસ્પેન્શન એક વિકલ્પ તરીકે ગણાતું હતું, હવેથી લેવલ 4-5 માટે જોબ એડવર્ટાઇઝ 14ના બદલે 21 દિવસની કરાઇ, જોબ ચેકમાં સાબિત કરવું પડશે કે કેમ કોઇ ન્યુઝીલેન્ડર્સને જોબ ન આપવામાં આવી

નમસ્કાર ગુજરાત ન્યુઝ.
ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડ દ્વારા એક્રેડિટેશન એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) માટેના નિયમોને વધુ કડક કરવાનો નિર્ણય કર્યો છે જ્યાં ઇંગ્લિશ ટેસ્ટ તો માઇગ્રન્ટ્સ માટે ફરજિયાત કરાયો જ છે પરંતુ સાથે સાથે એમ્પ્લોયર માટેના નિયમો પણ વધુ કડક કરવામાં આવ્યા છે. જેમાં જો એમ્પ્લોયર જો વિઝા શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો હવેથી સીધો જ લાઇસન્સ સસ્પેન્ડ કરાશે, અગાઉ સસ્પેન્શન એક વિકલ્પ તરીકે ગણવામાં આવતું હતું. આ ઉપરાંત ટ્રક અને બસ ડ્રાઇવર થકી વર્ક ટુ રેસિડન્સી માટેની આશા રાખતા માઇગ્રન્ટ્સને પણ ધક્કો પહોંચ્યો છે. કારણ કે હવેથી ટ્રક અને બસ ડ્રાઇવર માટેનો વર્ક ટુ રેસિડેન્સી પાથવે બંધ કરવામાં આવ્યો છે.

ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે “આ ફેરફારો વધુ વ્યાપક કાર્ય કાર્યક્રમની શરૂઆત છે જે એક સ્માર્ટ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવા માટે છે જે નેટ માઇગ્રેશનનું સંચાલન કરે છે, જે આપણા બદલાતી આર્થિક સ્થિતિને પણ પ્રતિભાવ આપે છે. માત્ર આટલું જ નહીં, પરંતુ ટોચની પ્રતિભાઓને આકર્ષે છે. નોંધનીય છે કે તમામ ફેરફારો 8મી એપ્રિલ 2024થી જ લાગુ કરી દેવામાં આવ્યા છે.

લેવલ 4 અને 5 જોબ માટે નવા નિયમો લાગુ કરાયા
ANZSCOના લેવલ 4 અને 5 અંતર્ગત જોબ આપવા માંગતા એમ્પ્લોયર્સે હવેથી નવા નિયમોનો સામનો કરવો પડશે. જેમાં જોબ માટેની જાહેરાત હવેથી 14ના બદલે 21 દિવસ સુધી જાળવી રાખવી પડશે. આ ઉપરાંત વર્ક એન્ડ ઇન્કમના સંપર્કમાં રહીને જોબ ચેકમાં ડિકલેર કરવું પડશે કે જો કોઇ ન્યુઝીલેન્ડર્સે એપ્લાય કર્યું છે અને તેને કેમ નોકરી આપવામાં આવી નથી. માત્ર આટલું જ નહીં, જો તમે સ્યુટેબલ અને અવેલેબલની વ્યાખ્યાને પૂર્ણ કરતા ન્યુઝીલેન્ડના અરજદારને નોકરી પર ન રાખ્યા હોય, તો તમારી જોબ ચેક નકારવામાં આવશે. એટલે કે જોબ ચેકને ડિકલાઇન કરવામાં આવશે.

જો કોઇ AEWV હોલ્ડર જોબ છોડે છે તો 10 દિવસમાં જ જાણ કરવી પડશે
એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા હોલ્ડર જો નોકરીને છોડે છે તો હવેથી એમ્પ્લોયરે માત્ર 10 દિવસમાં જ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડને જાણ કરવાની રહેશે. જો કોઇ એમ્પ્લોયર આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેનું એક્રેડિટેશન સસ્પેન્ડ કરી શકાશે. જોકે આ ફેરફાર હાલના માન્યતાપ્રાપ્ત નોકરીદાતાઓ પર લાગુ થશે નહીં જ્યાં સુધી તેઓ તેમની એક્રેડિટેશન રિન્યૂ અથવા અપગ્રેડ નહીં કરે.

ફ્રેન્ચાઇઝી માન્યતા 2024 ના અંતમાં સમાપ્ત થશે
ફ્રેન્ચાઇઝી માન્યતા 2024 માં પછીથી સમાપ્ત થશે. ફ્રેન્ચાઇઝી એમ્પ્લોયરો તેમના સંજોગોના આધારે પ્રમાણભૂત, હાઇ-વોલ્યુમ અથવા ટ્રાયેન્ગ્યુલર એમ્પ્લોયમેન્ટ માન્યતા માટે અરજી કરી શકશે.

નવી AEWV એપ્લિકેશનમાં ANZSCO સ્કિલ લેવલનો ઉમેરો કરાયો
ઑસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન ઑફ ઓક્યુપેશન્સ (ANZSCO) કૌશલ્ય સ્તર AEWV અરજીઓના મૂલ્યાંકનમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. વધુ જાણકારી માટે આપ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડની વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. લિંક – https://www.immigration.govt.nz/about-us/media-centre/news-notifications/changes-to-the-accredited-employer-work-visa-aewv