ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી ઈન અમેરિકા (OFBJP-USA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મના સમર્થનમાં 20 અલગ-અલગ શહેરોમાં કાર રેલી કાઢી હતી. તેમણે ભારતની જનતાને આગામી ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મેળવીને ભાજપની આગેવાની હેઠળના NDAને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા વિનંતી કરી હતી.
OFBJP-USAના પ્રમુખ અદાપા પ્રસાદે જણાવ્યું હતું કે, “US માં ભારતીય સમુદાય નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી BJP અને NDAને 400થી વધુ સીટો જીત મળે તે માટે ખૂબ જ ઉત્સાહિત છે.
મેં ભારતીય-અમેરિકન ડાયસ્પોરામાં આટલો ઉત્સાહ આ પહેલા ક્યારેય જોયો નથી.
OFBJP-USA ના રાષ્ટ્રીય મહાસચિવ વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, “પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના લગભગ 20 શહેરોમાં OFBJP દ્વારા આયોજિત કાર રેલીઓમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અમેરિકી રાજધાનીમાં પણ લોકોએ પીએમ મોદીના સમર્થનમાં કાર રેલી પણ કાઢી હતી. તેમણે કહ્યું કે ભાજપની જીત માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે.
રેલીમાં 200 જેટલી કાર સામેલ હતી. જેમાં ભાગ લેવા માટે વિવિધ શહેરોમાંથી 300 જેટલા લોકો આવ્યા હતા જેમાં શીખ સમુદાયના મૂળ ભારતીય લોકો પણ સામેલ હતા.
જ્યોર્જિયાના એટલાન્ટામાં આ રેલીમાં 150 કારોએ ભાગ લીધો હતો.
આ રેલીમાં લોકો બેનર અને પોસ્ટર લઈને આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘આ વખતે 400ને પાર..’
લોકોએ 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે કાર રેલીનું આયોજન મેરીલેન્ડ, વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં ભાગ લેનારા લોકો પહેલા ગુરુદ્વારા ગયા અને પછી ત્યાંથી રેલી સ્થળ પર પહોંચ્યા.
તમામ કારને બીજેપી અને અમેરિકન ફ્લેગથી શણગારવામાં આવી હતી.