અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન સાથે જે દહેશત વ્યક્ત થઈ હતી તે મુજબ થઈ રહ્યું છે,અફઘાન મહિલાઓ હવે આઝાદ રહી શકશે નહી તેઓ ભણી નહિ શકે અને કોઈ સાથે વાત પણ કરી નહિ શકે.
આ મહિલાઓ ઉપર ફરી એકવાર ત્રાસ શરૂ થયો હોવાનું કહેવાય રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસન બાદ સૌ પ્રથમ મહિલાઓ માટે શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાલિબાને વધુ એક ફરમાન બહાર પાડ્યું છે જેમાં વ્યભિચાર કરનાર અફઘાન મહિલાઓને પથ્થર મારીને મૃત્યુદંડ આપવાની તાલિબાને જાહેરાત કરી છે.
તાલિબાનના સુપ્રીમો મુલ્લા હિબતુલ્લાહ અખુન્દઝાદાએ સરકારી ટેલિવિઝન પર એક ઓડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને વ્યભિચાર માટે પ્રથમ જાહેરમાં કોરડા મારવામાં આવશે અને ત્યારબાદ પથ્થર મારીને મારી નાખવામાં આવશે.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, આ ઓડિયો સંદેશમાં તાલિબાન સુપ્રીમોએ પશ્ચિમી લોકશાહી વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.