રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલ પાંચ મહાનુભવોને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય નેતાઓએ પણ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, પૂર્વ નાયબ વડાપ્રધાન એલકે અડવાણી, બિહારના પૂર્વ સીએમ કર્પુરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા છે.

મહત્વનું છે કે 2020 થી 2023 સુધી કોઈને ભારત રત્ન આપવામાં આવ્યો ન હતો, પરંતુ 2024 માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પાંચ મહાનુભાવોને પસંદ કર્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ લાલકૃષ્ણ અડવાણી સિવાય અન્ય ચાર વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પૂર્વ પીએમ નરસિમ્હા રાવના પૌત્ર એનવી સુભાષે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.

મીડિયા સાથે વાત કરતા, તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “નરસિમ્હા રાવ બહુમુખી પ્રતિભા ધરાવતા માણસ હતા.
તેઓએ આંધ્ર પ્રદેશ હોય કે કેન્દ્ર, તેમણે ઘણા સાહસિક પગલાં ભર્યા હતા, જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી 2004 થી 2014 સુધી સત્તામાં હતી, ત્યારે પાર્ટી કે ગાંધી પરિવારે ક્યારેય તેમના યોગદાનને યાદ કર્યું નથી પણ PM મોદીએ તેમના યોગદાનને યાદ કરીને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા છે.”

આપને જણાવી દઈએ કે નરસિમ્હા રાવ આઠ વખત ચૂંટણી જીત્યા હતા. તેમને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવતા હતા.
કોંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષ ગાળ્યા બાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા.
રાવ લગભગ 10 વિવિધ ભાષાઓમાં બોલી શકતા હતા.
તેઓ અનુવાદમાં પણ માસ્ટર ગણાતા હતા.

દરમિયાન આજે યોજાયેલા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં પૂર્વ પીએમ નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ ભારત રત્ન પ્રાપ્ત કરવા પહોંચ્યા હતા.