કોંગ્રેસ માટે વધુ એક સમસ્યા ઉભી થઈ છે.
કોંગ્રેસ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ચાર વર્ષના સમયગાળા માટે કર સત્તાવાળાઓ દ્વારા તેની સામે કરવેરા પુન: આકારણીની કાર્યવાહીની શરૂઆતને પડકારતી થયેલી અરજીઓને ફગાવી દીધા બાદ હવે આવકવેરા વિભાગે કોંગ્રેસને રૂ.1700 કરોડની ફરી નોટિસ ફટકારી છે.
આ નોટિસ વ્યાજ અને દંડ સાથે 2017-18-2021-22 માટે છે,આ આંકડો હજુ વધવાની શક્યતા છે, કારણ કે આવકવેરા વિભાગ હાલમાં 2021-22 થી 2024-25 સુધીના પુનર્મૂલ્યાંકનના અહેવાલની રાહ જોઈ રહ્યું છે.
માનવામાં આવે છે કે તેની કટ ઓફ ડેટ પણ રવિવાર સુધીમાં પૂરી થઈ શકે છે.
મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કોંગ્રેસની એ અરજીઓ ફગાવી દીધી હતી જેમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તેની સામે ચાર વર્ષની મુદ્દત માટે પુનઃમુલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો
બીજી તરફ કોંગ્રેસ ચૂંટણી પહેલા આવકવેરા વિભાગની આ કાર્યવાહીને ગેરકાયદેસર અને અલોકતાંત્રિક ગણાવી રહી છે.
કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે.