મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી.
આજે ગુરુવારે (28 માર્ચ, 2024)ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા કેજરીવાલને રજૂ કર્યા હતા જ્યાં કોર્ટ દ્વારા 1 એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 એપ્રિલ, 2024 સુધી રિમાન્ડ લંબાવ્યા છે.
હવે આગામી સુનાવણી 1 એપ્રિલ, 2024ના રોજ થશે અને ત્યારબાદ કેજરીવાલને બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હીના સીએમના રિમાન્ડની માંગ કરતી વખતે, EDએ કહ્યું કે મોબાઇલ ફોન (અરવિંદ કેજરીવાલની પત્નીના)માંથી ડેટા કાઢવામાં આવ્યો છે અને હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત અન્ય ચાર ડિજિટલ ઉપકરણો (CM કેજરીવાલ સાથે સંબંધિત) માંથી ડેટા જપ્ત કરવામાં આવ્યો છે, જે 21 માર્ચ, 2024 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રીના પરિસરમાંથી શોધ દરમિયાન મળી આવ્યો હતો,આ ડેટાની પણ હજુ તપાસ ચાલુ છે.