દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યારથી EDએ ધરપકડ કરી છે ત્યારથી તેઓના પત્ની સુનીતા કેજરીવાલ પોતાના પતિની ગેરહાજરીમાં પક્ષની જવાબદારી નિભાવી રહયા છે અને જનતાને અપડેટ આપી રહયા છે.
તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મુખ્યમંત્રી જનતાની ચિંતા કરે છે.
દારૂ કૌભાંડ અંગે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ 28 માર્ચે કોર્ટમાં તેનો ખુલાસો કરશે.

તેમણે વધુમાં કહ્યું કે અરવિંદજીએ મને બીજી એક વાત કહી, દારૂ કૌભાંડ નામના આ શોમાં બે વર્ષમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા પરંતુ એક પણ પૈસો મળ્યો નથી. તેઓએ સિસોદિયાજીના સ્થાન પર, સંજયજીના ઘરે દરોડા પાડ્યા તેમજ
અમારા સ્થાન પર દરોડા પાડ્યા પરંતુ તેમને એક પૈસો પણ મળ્યો નથી.
કેજરીવાલે કહ્યું કે મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા તમારી વચ્ચે છે. તમે લોકો તમારી આંખો બંધ કરો અને અનુભવો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે ગઈકાલે સાંજે હું અરવિંદજીને જેલમાં મળી હતી.
બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળ મંત્રી આતિષીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યા હલ કરવામાં આવે.
કેન્દ્ર સરકારે આ મામલે મુખ્યમંત્રી સામે કેસ દાખલ કર્યો છે, શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માગે છે?
વધુમાં કહ્યું કે અરવિંદજીએ મને કહ્યું કે EDએ આ દારૂ કૌભાંડની તપાસમાં છેલ્લા બે વર્ષમાં 250 થી વધુ દરોડા પાડ્યા છે. હજુ સુધી એક પણ દરોડામાં પૈસા મળ્યા નથી. તેણે વધુમાં કહ્યું કે તે 28 માર્ચે કોર્ટમાં આ વાતનો ખુલાસો કરશે. તેઓ આના પુરાવા પણ આપશે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા તેમને મળવા મંગળવારે ED ઓફિસ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ રવિવારે પણ મળ્યા હતા.
જ્યારથી કેજરીવાલ EDની કસ્ટડીમાં છે ત્યારથી તેઓ દરરોજ સાંજે તેમને મળવા જતા હતા.
ગઈકાલે સાંજે સુનીતા કેજરીવાલ પણ તેમને મળ્યા હતા.

આ પહેલા અરવિંદ કેજરીવાલે પોતાની પત્ની સુનીતા કેજરીવાલ દ્વારા જેલમાંથી જનતાને પોતાનો સંદેશ આપ્યો હતો.
આ મેસેજમાં તેમણે જલ્દી જેલમાંથી બહાર આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ દિલ્હી સરકારની યોજનાઓ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
PMLA કેસમાં વિશેષ અદાલતે કેજરીવાલના વકીલો ઉપરાંત તેમની પત્ની સુનિતા અને કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારને દરરોજ સાંજે 6-7 વાગ્યાની વચ્ચે અડધો કલાક મળવાની મંજૂરી આપી હતી.
કેજરીવાલ જે રીતે પોતાનો સંદેશ આપવા માટે અન્ય કોઈ નેતાને બદલે પોતાના પત્ની સુનીતા કેજરીવાલને પસંદ કર્યા છે, તેનાથી સંકેત મળી ગયો છે કે જો અરવિંદ કેજરીવાલને જેલમાં જવાના કારણે રાજીનામું આપવું પડશે તો મુખ્યમંત્રી પદ માટે સુનિતા કેજરીવાલ તેમની પ્રથમ પસંદગી હશે.