ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે,ભાજપનો ખેસ પહેરનાર આ તમામ આયાતી નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં વીજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા,ખંભાત સીટ ઉપર ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા,માણાવદરથી અરવિંદ લાડાણી અને વડોદરાના વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ
વિસાવદર બેઠક પણ ખાલી પડી છે પણ ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ત્યાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી નથી.
આ બેઠકો ઉપર 7મી મેના રોજ આ પાંચેય વિધાનસભા બેઠક પર
પેટાચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે.

–અર્જુન મોઢવડિયા–

● બેઠક-પોરબંદર
અર્જુન મોઢવાડિયા (67 વર્ષ)
અભ્યાસ : મિકેનિકલ એન્જિનીયર
પ્રોફાઈલ: મેરીટાઇમ બોર્ડમાં
આસિસ્ટન્ટ એન્જિનિયર. 2002થી
2012 સુધી પોરબંદરના ધારાસભ્ય.
વિધાનસભામાં વિપક્ષના નેતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા.

●વિધાનસભા ચૂંટણી 2022
પોરબંદર સીટનું પરિણામની વાત કરવામાં આવેતો
કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને 82056 મત સાથે વિજય થયો હતો જયારે ભાજપ બાબુભાઇ બોખીરીયાને 73875 મત મળ્યા હતા અને આપના ઉમેદવાર જીવણ જંગીને માત્ર 5319 મત મળતા
કોંગ્રેસનો 8181 લીડથી વિજય થયો હતો.
આમ, અર્જુન મોઢવડિયા જીત્યા હતા તેઓ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા તેઓને પોરબંદર બેઠક માટે ભાજપે ટીકીટ આપી છે.

–સી. જે. ચાવડા —
● બેઠક-વિજાપુર
સી. જે. ચાવડા (57 વર્ષ)
અભ્યાસ : વેટરનરી સર્જન, LLB
પ્રોફાઈલ : સરકારી નોકરી છોડીને
રાજકારણમાં પ્રવેશ.
2002માં ધારાસભ્ય બન્યા, 2007માં હાર્યા.
2017માં ફરી MLA બન્યા. 2019માં
અમિત શાહ સામે લોકસભા ચૂંટણી
લડ્યા.
કોંગ્રેસ છોડીને હવે ભાજપમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી 2022માં વિજાપુર સીટના પરિણામ ઉપર નજર નાખવામાં આવે તો તે વખતે કોંગ્રેસના સીજે ચાવડાને 78749 મતો મળ્યા હતા જ્યારે ભાજપના રમણ પટેલને 71696 મતો મળ્યા હતા જ્યારે આપના ઉમેદવાર ચિરાગ પટેલને 5019 મત મળ્યા હતા આમ વિજાપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાનો 7053 મતોથી વિજય થયો હતો.
હવે તેઓ ભાજપમાં જોડાતા તેમને વિજાપુર બેઠક માટે ટીકીટ અપાઈ છે.

–અરવિંદ લાડાણી—
●બેઠક-માણાવદર
અરવિંદ લાડાણી(62)
અભ્યાસ:-SY.BCom.
પ્રોફાઈલ:-1989માં કોડવાવ ગામના સરપંચ બન્યા,2 વખત જિલ્લા પંચાયતના સભ્ય રહયા,ખરીદ વેચાણ સંઘમાં 2 વાર પ્રમુખ રહયા,2022માં કેબિનેટ મંત્રી રહયા.
સહકારી ક્ષેત્રમાં હરોળનું નામ ધરાવે છે.
વિધાનસભા ચૂંટણીમાં 2022ના પરિણામ દરમિયાન કોંગ્રેસના
અરવિંદ લાડાણીને 64690 મત મળ્યા જ્યારે ભાજપના જવાહર ચાવડાને 61237 મત મળ્યા અને આપ ના ઉમેદવાર કરશન બાપુ ભાદરકા ને 23297 મત મળ્યા હતા
આમ કોંગ્રેસને 3453 મતે વિજય થયો હતો.

–ચિરાગ પટેલ–
●બેઠક:-ખંભાત
ચિરાગ પટેલ (43 વર્ષ)
અભ્યાસ:-ધો.10 પાસ
પ્રોફાઈલ:-કોન્ટ્રાક્ટર નો વ્યવસાય,વાસણાના સરપંચ રહયા.
2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ખંભાત બેઠક ઉપરથી 3711 મતોથી જીત્યા હતા.
હવે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા.
વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ ઉપર નજર નાખવામાં આવે તો કોંગ્રેસના ચિરાગ પટેલને 69069 મતો મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર મહેશ રાવલને 65358 મતો મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર મહિપત સિંહ ચૌહાણને 9514 મત મળ્યા હતા આમ કોંગ્રેસનો 3711 લીડથી વિજય થયો હતો.

—ધર્મેન્દ્ર સિંહ વાઘેલા—
●બેઠક:-વાઘોડિયા
ધર્મેન્દ્ર સિંહ વાઘેલા (56 વર્ષ)
અભ્યાસ:-10 પાસ
પ્રોફાઈલ:-2022માં ભાજપે ટીકીટ ન આપતા તેઓ અપક્ષ લડ્યા અને જીત્યા

વાઘોડિયા સીટના 2022 વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉપર નજર નાખવામાં આવેતો અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 77905 તેમજ ભાજપના અશ્વિન પટેલને 65358 અને કોંગ્રેસના સત્યજિત ગાયકવાડને 18870 મત મળ્યા હતા.
આમ આ સીટ ઉપર અપક્ષનો 14006 મતોથી વિજય થયો હતો.
હવે ધર્મેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા છે.

આમ, ઉપર મુજબના આયાતી ઉમેદવારને ભાજપે ટીકીટ આપી છે.