વેસ્ટન ઓસ્ટ્રેલિયાના આકરા કોરાન્ટાઈન નિયમને કારણે સ્થળ બદલવાની ફરજ પડી, પાંચમી ટેસ્ટનું નવું સ્થળ હવે જાહેર કરાશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પર્થ ખાતે રમાનારી ટેસ્ટ મેચ રદ કરી દેવામાં આવી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયામાં કોરોનાના આકરા નિયમોને કારણે આ ટેસ્ટ મેચ રદ કરવાનો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે પાંચમી ટેસ્ટ ૧૪મી જાન્યુઆરીએ પર્થમાં રમાનાર હતી.
હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવા શહેરનું નામ જાહેર કર્યું નથી પરંતુ એક સપ્તાહની અંદર પર્થ ટેસ્ટ હવે ક્યાં નવા સ્થળે રમાશે તેનું એલાન કરવામાં આવશે. છેલ્લા ઘણા મહિનાઓથી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન દ્વારા આ મેચ પર્થમાં જ આયોજિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ક્વોરેન્ટાઇન અને બોર્ડર કંટ્રોલના નિયમોના કારણે આવું થઈ શક્યું નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, “અમે નિરાશ છીએ કે પ્રશંસકો એશિઝ સિરીઝની આ મેચ પર્થના નવા સ્ટેડિયમમાં જોઈ શકશે નહીં. કેટલાંક સૂત્રોનું કહેવું છે કે પાંચમી ટેસ્ટ મેચ તાસ્માનિયાના હોબાર્ટ અથવા તો મેલબોર્નમાં રમાઈ શકે છે.