દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન માટે જાસૂસી ઉપગ્રહોનું નેટવર્ક તૈયાર કરી રહી છે.
જે બાદ આખી દુનિયા ઉપર નજર રાખી શકાશે.
ગોપનીય માહિતી અનુસાર, ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ અમેરિકાની ગુપ્તચર એજન્સી યુએસ નેશનલ રિકોનિસન્સ ઓફિસ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
આ પ્રોજેક્ટ 1.8 બિલિયન ડૉલરનો છે, જેના હેઠળ મસ્કની કંપની ઘણા જાસૂસી ઉપગ્રહો અવકાશમાં મોકલશે, જેની મદદથી વિશ્વના દરેક ખૂણા પર નજર રાખી શકાશે.
આ કરાર સ્પેસએક્સ અને એનઆરઓ વચ્ચે 2021માં થયો હતો.
અમેરિકાની NRO એજન્સી અમેરિકાના વિવિધ ઉપગ્રહોનું સંચાલન કરે છે.
જો એનઆરઓ અને સ્પેસએક્સ વચ્ચેનો કરાર સફળ થશે તો તે યુએસ સૈન્યની ગુપ્તચર ક્ષમતામાં અનેકગણો વધારો કરશે અને અમેરિકા સરળતાથી સમગ્ર વિશ્વ પર નજર રાખી શકશે. ફેબ્રુઆરીમાં પણ આ ડીલના સમાચાર મીડિયા રિપોર્ટ્સમાં છપાયા હતા, પરંતુ તે સમયે 1.8 બિલિયન ડોલરની આ મોટી ડીલ કઈ કંપનીને મળી હતી તે જાણી શકાયું ન હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેસએક્સ ડીલ હેઠળ સેંકડો ઉપગ્રહોને આકાશમાં છોડશે. આ ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે અને તે વિશ્વના દરેક ખૂણા પર નજર રાખશે. જો કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
SpaceX એ વિશ્વની સૌથી મોટી સેટેલાઇટ ઓપરેટર કંપની છે.
જોકે, હજુ સુધી સ્પેસએક્સ કે એનઆરઓ ઓફિસે આ પ્રોજેક્ટ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.