પાકનહામ ખાતે આવેલા ઘરમાંથી ચોર જ્વેલરી, રોકડ અને બે બેગ ચોરીને ભાગી છૂટ્યા, ગત શુક્રવારની ઘટના બાદ પણ હજુ ચોર પોલીસ પકડથી દૂર
મેલબોર્નની એક દુઃખી માતા કહે છે કે તેને લાગે છે કે તેના પુત્રની રાખ પરિવારના ઘરમાંથી ચોરાઈ ગયા પછી બીજી વાર તેનું જાણે મૃત્યુ થયું છે. એક દિકરાને ગુમાવ્યા બાદ દુઃખ ક્યાંય દૂર થયું ન હતું ત્યાં હવે
ગયા શુક્રવારે સવારે બે લોકો દ્વારા પાકનહામના ઘરમાં ચોરી કરવામાં આવી હતી અને ચોર ઘરની અંદર 30 મિનિટ જેટલું રહ્યું હતું. જેમાં તેઓએ ઘરેણાં, રોકડ અને બે સૂટકેસની ચોરી કરી હતી. પરંતુ સાથે સાથે પુત્ર એશ્લેગ મેકગુયરની રાખ (અસ્થી) પણ ચોરી ગયા હતા. જે એક બોક્સમાં હતી, જેને પરિવાર હવે પરત કરવા માટે આજીજી કરી રહયો છે.
કોવિડ રોગચાળા દરમિયાન 44 વર્ષની ઉંમરે એશ્લેગનું અવસાન થયું હતું. “તે આપણો એક ભાગ છે જે ત્યાં છે અને મને લાગે છે કે મારો એક ભાગ મને છોડીને ફરી ગયો છે” તેમ એશ્લેગની માતા ગેલે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું.
તેમણે દુઃખ અને ગુસ્સા સાથે કહ્યું કે તેઓએ અમારી સૌથી નજીક એવી વસ્તુની ચોરી કરી છે અને હવે તેઓએ તેની સાથે શું કર્યું છે તે વિચારીને જ હવે ગુસ્સો આવે છે. હું આજે સવારે અથવા અન્ય કોઈ સવારે પથારીમાંથી બહાર નીકળવા માંગતી નથી. અમે તેને ફરીથી ગુમાવીશું તેવું ક્યારેય વિચાર્યું નહતું. ”
મૃત્યુ પામ્યાના થોડા સમય પહેલા જ એશ્લેઈ દાદા બની ગયા હતા. તે સમયે કોવિડ રોગચાળાના પ્રતિબંધોને કારણે તેના અંતિમ સંસ્કારમાં ફક્ત 10 લોકોને મંજૂરી આપવામાં આવી હતી.
મેકગુયર પરિવાર વિનંતી કરી રહ્યો છે કે જેની પણ પાસે અમારી અમારા પુત્રની રાખ છે તે અનામી રૂપે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અથવા તેમના ઘરના દરવાજે રાખ છોડી જાય.