ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન એટલે કે આઈપીએલ 2024 થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે IPL 2024ની માત્ર 21 મેચોના જ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.

IPL 2024ના પ્રથમ તબક્કામાં દિલ્હીમાં કોઈ મેચ રમાશે નહીં,દિલ્હી કેપિટલ્સ ટીમ તેની હોમ મેચ વિશાખાપટ્ટનમમાં રમશે.

IPL 2024ની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. અત્યારે માત્ર IPL 2024ની પ્રથમ 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ટુર્નામેન્ટની બાકીની મેચોનું શેડ્યૂલ 2024ની લોકસભા ચૂંટણીની મતદાન તારીખો પછી જ જાહેર કરવામાં આવશે.

BCCIએ 7 એપ્રિલ સુધી રમાનારી મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે. પ્રથમ 21 મેચમાં 4 ડબલ હેડર હશે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં કોઈ મેચ રમાશે નહીં. દિલ્હીની ટીમ તેની હોમ મેચ વિઝાગમાં રમશે. IPL 2204માં 7મી એપ્રિલે ડબલ હેડર જોવા મળશે.
પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ત્યારબાદ બીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

IPL 2024ની મેચો મોહાલી, ચેન્નાઈ, બેંગ્લોર, લખનૌ, કોલકાતા, જયપુર, અમદાવાદ, વિઝાગ, હૈદરાબાદ અને મુંબઈમાં રમાશે. જો કે, લખનૌમાં માત્ર બે મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 22 માર્ચે ચેન્નાઈની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર RCB સામે ટકરાશે.