દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી પણ IPL 2024માંથી બહાર થઈ ગયો છે, તેને ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે સાઈન કર્યો હતો.
જોકે, શુક્રવારે ઈજાના કારણે તે IPLની 17મી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. કેપિટલ્સે તેના સ્થાને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક ફ્રેઝર-મેકગર્કનો સમાવેશ કર્યો છે.
મેલબોર્નનો આ 21 વર્ષીય ઓલરાઉન્ડર આક્રમક બેટિંગ ઉપરાંત લેગ સ્પિન પણ કરે છે.
મેકગર્કે ગયા મહિને સિડનીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.
તેઓ 50 લાખની અનામત કિંમતે ડીસીમાં જોડાયા છે.
એન ગીડી પર પણ દિલ્હીએ માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તાક્ષર કર્યા હતા.
એનગિડી આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના ભારતના પ્રવાસ બાદથી પગની ઘૂંટીની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને લઈ બહાર થઈ ગયો છે.
તેણે આઈપીએલમાં અત્યાર સુધી 14 મેચ રમી છે અને 25 વિકેટ લીધી છે. 10 રનમાં ચાર વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ રહી છે. તે અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
જ્યારે જેક ફ્રેઝર IPL રમ્યો નથી, પરંતુ તેની પાસે 37 T20 રમવાનો અનુભવ છે. જેમાં તેણે 133.54ની સ્ટ્રાઈક રેટથી 645 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. ટી-20માં તેને કોઈ વિકેટ મળી નથી. ફ્રેઝર સ્પિન ટ્રેક પર દિલ્હી માટે મદદગાર સાબિત થઈ શકે છે.
આ પહેલા દિલ્હીને મોટો ફટકો ત્યારે પડ્યો હતો જ્યારે સ્ટાર ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુક અંગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. તે તાજેતરમાં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યો હતો.
તેની દાદીનું અવસાન થતાં તે પરિવાર સાથે રહેવા માંગતો હતો.
જોકે,કેપિટલ્સે હજુ સુધી બ્રુકના રિપ્લેસમેન્ટના નામની જાહેરાત કરી નથી.