ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે
આ પ્લેટફોર્મ્સ છે કે જેઓ અશ્લીલ કન્ટેન્ટ આપી રહ્યા હોય સરકાર દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવી હતી તેમછતાં તેઓએ તેની અવગણના કરતા સરકારે આ પ્લેટફોર્મ બ્લોક કરી દેવાનો આખરી નિર્ણય કર્યો છે.
OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનું કારણ આપતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવતી સામગ્રી અશ્લીલ હતી અને તેમાં મહિલાઓને અપમાનજનક રીતે દર્શાવવામાં આવી હતી, તેમાં નગ્નતા અને જાતીય કૃત્યો દર્શાવવામાં આવ્યા હતા, જે સસરા-વહુ,ભાભી-દેવર,ભાઈ-બહેન તેમજ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોને કલંકિત કરતા વીડિયો મુકતા હતા જેનાથી સમાજ વ્યવસ્થા ઉપર વિપરીત અસર કરતા હતા.
OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલને પણ બ્લોક કરી દેવાશે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 2000 એક્ટ હેઠળ કરી છે.
જે OTT પ્લેટફોર્મ બ્લોક થઈ ગયા છે. તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને Prime Play નો સમાવેશ થાય છે.
સરકારે નિયમોનું ઉલ્લંઘન કરતા 12 ફેસબુક એકાઉન્ટ્સ, 17 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 16 એક્સ એકાઉન્ટ્સ અને 12 યુટ્યુબ એકાઉન્ટ્સને પણ પ્રતિબંધિત કર્યા છે.