ન્યુઝીલેન્ડના રેસ્ટોરન્ટ ઓનર્સે એડવાન્સમાં પૈસા લઇને પંજાબના પાંચ માઇગ્રન્ટ્સ વર્કર્સને છેતર્યા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અનેક સપનાઓ સાકાર કરવાના ઇરાદા સાથે પાંચ પંજાબી યુવક ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા, એમ્પ્લોઇ એક્રેડિટેડ વિઝા (AEWV) હેઠળ પાંચેય યુવકો ઓકલેન્ડ ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા. જે રેસ્ટોરન્ટ હેઠળ તેમના વિઝા આવ્યા હતા તેના ઓનર્સ દ્વારા હજારો ડોલર્સ યુવકો પાસેથી પડાવવામાં આવ્યા હતા. જોકે ન્યુઝીલેન્ડ પહોંચ્યા બાદ ચિત્ર સાવ જુદુ જ હતું. આ ઉપરથી ફરીથી એકવાર સાબિત થયું છે કે વિઝા અને રેસિડેન્સીના ચક્કરમાં ફરીથી માઇગ્ર્ન્ટ્સ વર્કર્સ એક્સ્પ્લોઇટેશનનો શિકાર બન્યા છે અને જેન્યુઇન એમ્પ્લોયર એક્રેડિટેશન વિઝા આપનારા એમ્પ્લોયર સામે પણ શંકાની સોય તકાઇ ગઇ છે.

માઇગ્રન્ટ્સ વર્કર્સ દ્વારા દાવો કરાયો છે કે રેસ્ટોરન્ટના માલિકે ડિસેમ્બરના અંતથી સેલરીની ચૂકવણી, વિસ્તૃત કામના કલાકો અટકાવી દીધા છે. આ તરફ રેસ્ટોરન્ટના માલિકે આરોપોને નકારી દીધા છે. હાલ કામદારોએ 20 ફેબ્રુઆરીએ કામ માટે આવવાનું બંધ કરી દીધું છે અને ત્યારથી તમામે સાઉથ ઓકલેન્ડમાં શીખ મંદિરમાં આશરો લઈ રહ્યા છે.

AEWV પ્રક્રિયાએ 2023 ની શરૂઆતમાં એવા અહેવાલો બહાર આવ્યા ત્યારથી મીડિયાની તીવ્ર તપાસને આકર્ષિત કરી છે કે આવા વિઝા પરના માઇગ્રન્ટ્સ વર્કર્સ ન્યુઝીલેન્ડમાં સ્થળાંતર કરવા માટે મોટી રકમ ચૂકવ્યા પછી પોતાને નિરાધાર અને બેરોજગાર બની ગયા છે. પબ્લિક સર્વિસ કમિશનની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) એ વિઝાના દુરુપયોગ પર પ્રક્રિયાના સમયને ઝડપી બનાવવા માટેના ફેરફારોના જોખમ અને અસરનું પર્યાપ્ત મૂલ્યાંકન કર્યું નથી. વર્કર્સ દ્વારા દાવો કરાયો છે કે માલિકે તેમને દર અઠવાડિયે સરેરાશ 40 થી 50 કલાક કામ કરાવ્યું હતું.

મિડ ફેબ્રુઆરીમાં માઇગ્રન્ટ્સ વર્કરોએ પોલીસનો સંપર્ક કર્યો
પાંચેય માઇગ્રન્ટ્સ દ્વારા જ્યારે કોઇ રસ્તો ન જણાયો ત્યારે તેઓએ પોલીસને ફરિયાદ કરી છે. આ તરફ પોલીસે પણ પ્રારંભિક પૂછપરછ કરીને આ મામલો MBIE ને મોકલવામાં આવ્યો છે. હાલ આ જૂથ હવે દક્ષિણ ઓકલેન્ડમાં શીખ ગુરુદ્વારાની મદદથી ટકી રહ્યું છે.

16 ફેબ્રુઆરી સુધીમાં, INZ એ 32,797 માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર દ્વારા 108,938 AEWV અરજીઓને મંજૂરી આપી હતી. જ્યાં 2712 કેસમાં પોસ્ટ-એક્રિડિટેશન તપાસ હાથ ધરી છે, જેમાં 596 વધુ કેસમાં હાલ તપાસ પ્રગતિશીલ છે.

દરમિયાન, MBIE ને માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર સામે 2107 ફરિયાદો મળી છે, જેના કારણે 174 સક્રિય તપાસ થઈ રહી છે. જેમાં 145 એમ્પ્લોયરોએ તેમની માન્યતા રદ કરી છે, જ્યારે 53 સસ્પેન્ડ કરવામાં આવી છે. હાલમાં, માન્યતા રદ કરવા માટે 48 એમ્પ્લોયરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.