New Zealand 2021 residents Visa : 2021 રેસિડેન્સી વિઝા પ્રોગ્રામ હેઠળ કુલ 615 લોકોના વિઝા નામંજૂર કરાયા

Immigration New Zealands, 2021 residents Visa, New Zealand residency, INZ residents Program,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ન્યુઝીલેન્ડમાં આમ તો રેસિડેન્સી મેળવવી કોઇ આસાન કાર્ય નથી. પરંતુ કોરોના સમયગાળ દરમિયાન ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે 2021 રેસિડેન્સી પ્રોગ્રામ જાહેર કર્યો હતો. જેમાં અસંખ્ય લોકોને રેસિડેન્સી એપ્લાય કરવાની તક આપવામાં આવી હતી. હવે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા 2021 રેસિડેન્સી વિઝા અંગે મોટી અપડેટ આપવામાં આવી છે.

Total number of 2021 Resident Visa applications

Total applications received106,373
Total number of people included217,638
Applications approved and visas issued103,849
People approved and issued visas212,348
Declined applications615
@INZ

Data valid as of approximately 22:00, 03 March 2024.

ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે દાવો કર્યો છે કે 2021 રેસિડેન્સી વિઝા પ્રોસેસ હેઠળ અંદાજે 97 ટકા એપ્લિકેશનનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી માત્ર 615 લોકોના જ વિઝા ડિક્લાઇન કરવામાં આવ્યા છે. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે પોતાની વેબસાઇટ ઉપર કેટલાક આંકડા જારી કર્યા છે જેમાં INZ દ્વારા આંકડા જાહેર કરાયા છે જેમાં 106,373 એપ્લિકેશન 2021 રેસિડેન્સી વિઝા હેઠળ પ્રાપ્ત કરવામાં આવી હતી. આ એપ્લિકેશન દ્વારા 217,638 લોકો સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોમાંથી 212,348 લોકોના વિઝા મંજૂર કરાયા હતા અને તેમના વિઝા ઇશ્યુ પણ કરી દેવામાં આવ્યા છે. આ તરફ 3 માર્ચ, 2024 સુધીમાં જે અપડેટ પ્રાપ્ત થઇ રહ્યું છે તેમાં કુલ 615 લોકોના વિઝા નામંજૂર કરાયા છે.

NOTE

The data now includes statistics for applications processed in our other systems. This has resulted in a larger than normal increase in the statistics shown on this page. These statistics have not been included previously as we wanted to ensure there were no duplicates. https://www.immigration.govt.nz/new-zealand-visas/waiting-for-a-visa/visa-processing-updates/2021-resident-visa-processing-updates