શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા શિવરાત્રીનું વલસાડ ખાતેના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભવ્ય આયોજન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. વલસાડ
મહાશિવરાત્રીના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠશે, વહેલી સવારથી જ શિવાલય માં લાંબી લાંબી કતારો પણ જોવા મળશે, ત્યારે મહાશિવરાત્રીનો પાવન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હતું વલસાડ જિલ્લા પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે. વલસાડના તિથલ રોડ ઉપર આવેલ જુના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની ચાર પહોરની આરતી સહિત ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા સાંજે 6 વાગે વલસાડના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જુના ગુજરાત હાઉસિંગ બોર્ડથી પ્રયાણ કરશે. તેમજ તિથલ રોડ સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મંદિર પરત ફરશે. આ ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાય તે હેતુ બજરંગ યુવક મંડળના કાર્યકર દ્વારા આગોતરા આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે.
ભગવાન શિવની રાત્રિ એટલે ભક્તોમાં અનેરો આનંદ માટે રાત્રિ દરમિયાન મંદિર ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે અને વલસાડ વાસીઓ ભગવાન શિવના લાઈવ દર્શન કરી શકે તે હેતુ વલસાડના તિથલ રોડ ચાર રસ્તા સર્કિટ હાઉસ ખાતે એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. જેની પૂર્વ તૈયારીઓ પૂર જોશમાં હાથ ધરવામાં આવી રહી છે. મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ ને વલસાડ જિલ્લામાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લાના તમામ નાના મોટા શિવાલયો ને સાજ શણગાર કરવામાં આવી રહ્યા છે.
શિવને અભિષેક કરતી વખતે આ મંત્રનો જાપ કરો
ભગવાન શિવની પૂજા કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવામાં આવે. જલાભિષેક કરતી વખતે ભગવાન શિવના ષડાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો.
શિવ ગાયત્રી મંત્રથી શિવની પૂજા કરો
ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્
શિવ ગાયત્રી મંત્રના જાપથી મનુષ્યનું કલ્યાણ થાય છે, તેમ શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે. મહાશિવરાત્રી સિવાય જો કોઈ વ્યક્તિ સોમવારનું વ્રત રાખે તો તે પણ દરેક સોમવારે પૂજા સમયે આ મંત્રનો જાપ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે જો આ મંત્રનો શુદ્ધ મનથી જાપ કરવામાં આવે તો વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે, સાથે જ અજાણતા કરવામાં આવેલા પાપોનો નાશ થાય છે અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.