દેશમાં સૌથી પહેલા પ્રાકૃતિક ખેતીની ધરોહર સમાન જિલ્લો બનશે ડાંગ, 19 નવેમ્બરે રાજ્ય સરકાર દ્વારા વિધિવત પ્રારંભ અને એલાન
ડાંગ જિલ્લો સમગ્ર દેશ માટે એક મિશાલ સ્થાપિત કરશે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યપાલ ગુજરાત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ખેતીમાં આજે વ્યાપક પ્રમાણ માં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અન્ય રાસાયણિક ખેતી કરતાં વધુ ઉત્પાદન ની સાથે વધુ ભાવ પણ મેળવી રહ્યાં છે. સરકાર નું લક્ષ્યાંક પણ ખેતી માં ડબલ આવક કરવાની છે પરંતુ તે તરફ પહેલ કરવી અત્યંત જરૂરી છે અને ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બનાવવાની નેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉઠાવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાજયપાલોની ગવર્નર્સ કોન્ફરન્સ-2021નું આયોજન કર્યુ હતું. જેમાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજયમાં થતી પ્રાકૃતિક કૃષિ વિશેષતા રજૂ કરી હતી.જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર આગામી 19મી નવેમ્બરે ડાંગને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરશે.
આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં રાજયપાલ તરીકે નિયુકત થતા જ તેમણે રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત રાજય સરકાર દ્વારા સમારોહ યોજીને આગામી સમયમાં કુદરતી સંસાધનોથી ભરપૂર એવા સમગ્ર ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાજયપાલોની ગવર્નર્સ કોન્ફરન્સ-2021નું આયોજન કર્યુ હતું. જેમાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજયમાં થતી પ્રાકૃતિક કૃષિ વિશેષતા રજૂ કરી હતી અને હવે આ જ દિશામાં રાજ્ય સરકાર પ્રાકૃતિક સંસાધનોથી યુક્ત ખેતીને અગ્રેસર કરવા માટે 19 નવેમ્બરે ડાંગને પ્રાકૃતિક ખેતી તરીકેનો જિલ્લો ઘોષિત કરશે.
પ્રાકૃતિક ખેતી તરફ રાજ્યપાલશ્રીનો અનોખો સેવાયજ્ઞ
આચાર્ય દેવવ્રતજી જુલાઇ 2019થી ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા. રાજયપાલ તરીકે નિયુકત થતા જ તેમણે રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધર્યુ છે અને હવે 19 નવેમ્બરે તેમાં વધુ એક સિદ્ધિનો ઉમેર થઇ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌપ્રથમ ડાંગ જિલ્લાને ગુજરાતમાં સૌપ્રથમ ‘પ્રાકૃતિક જિલ્લા’ તરીકે ગુજરાત સરકાર 19મી નવેમ્બરે જાહેર કરી રહી છે.
ડાંગ છેલ્લા 2 વર્ષથી કરી રહ્યું છે પ્રયાસ- કૃષિ સચિવ મનીષ ભારદ્વાજ
છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં આ પ્રકારની ખેતી કરે તેવા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. ડાંગમાં અત્યારે આશરે 19,600 હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે. 2 લાખથી વધારે ખેડૂતોની સંખ્યા ધરાવતા ડાંગ જિલ્લાને ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવા કવાયત શરુ થઇ છે ત્યારે આ બાબતે કૃષિ સચિવ શ્રી મનિષભાઈ ભારદ્વાજને પૂછવામાં આવતા તેમણે સ્વીકાર્યુ હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌપ્રથમ ડાંગ જિલ્લાને ગુજરાતમાં સૌપ્રથમ ‘પ્રાકૃતિક જિલ્લા’ તરીકે ગુજરાત સરકાર 19મી નવેમ્બરે જાહેર કરી રહી છે.
કેવી રીતે થાય છે પ્રાકૃતિક ખેતી ?
પ્રાકૃતિક કૃષિમાં જીરો બજેટથી ખેતી શક્ય છે જેને જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતી જેવા વિવિધ નામો દ્વારા ઓળખવામાં આવે છે અને જૈવિક ખેતીમાં દેશી ગાયનું ગૌમુત્ર અને છાણમાં પાણી, ગોળ, ચણાનો લોટ ઉમેરીને ખાતર બનાવાય છે અને આજ ખાતરથી ખેતી કરવામાં આવે છે અને પાક પ્રમાણે નિયત ખાતર નાખવાથી પાકને કોઇ આડઅસર પણ થતી નથી.
પ્રાકૃતિક ડાંગ પ્રોજેક્ટ અંતર્ગત જૈવિક ખેતી દ્વારા ખેડૂતોને થશે ફાયદો :
ખેડૂતો રાસાયણિક ખાતરથી ખેતી કરે તો તેમને ખર્ચ થાય છે,આ કૃષિમાં ખાતર ખેડૂતો દેશી ગાયના છાણ-ગૌમુત્રથી તૈયાર થતું હોવાથી જીરો બજેટથી ખેતી થશે તેવો દાવો રાજય સરકાર કરી રહી છે. તદ્દઉપરાંત રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટતી હોવાથી ખેતરોને અને ખેડૂતોને થતું નુકશાન પણ અટકાવી શકાશે. વળી, પ્રાકૃતિક કૃષિથી અંદાજીત બે વર્ષમાં જ જમીન ફળદ્રુપ થઇ જતી હોવાથી પાક ઉત્પાદન વધે છે. અને પ્રાકૃતિક ખેતીથી મળતો પાક રાસાયણિક ખાતર વગરનો હોવાથી તેનો બજાર કિંમત વધારે મળે છે. ડાંગ જિલ્લાના કુલ 1,766 ચો.કિમી વિસ્તારમાં 1368 ચો.કિમીમાં જંગલ, 26 જાતનાં વૃક્ષો, 2205 પ્રકારનાં ફૂલો, 410 જાતની વનસ્પતિઓ જોવા મળે છે.