કાશ્મીરની વાર્તા જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કરવા ઉપર સત્ય ઘટના આધારિત બનેલી યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા જે ફિલ્મ 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
યામી ગૌતમ અને પ્રિયમણિ અભિનિત આ ફિલ્મની લેન્થ 2 કલાક 40 મિનિટ છે.
સત્ય ઘટના ઉપર આધારિત આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ કર્યા પછી, ફિલ્મ હવે બીજા દિવસે સારું પ્રદર્શન કરી રહી છે અને થિયેટરોમાં પોતાનો દબદબો જાળવી રહી છે.
‘આર્ટિકલ 370’ એ પહેલા દિવસે 5.9 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી.
હવે બીજા દિવસે ફિલ્મને વીકેન્ડનો ફાયદો મળી રહ્યો છે અને ફિલ્મના પ્રારંભિક આંકડા પણ સામે આવી ગયા છે.
શનિવારે ફિલ્મે અત્યાર સુધીમાં 7.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે સ્થાનિક બોક્સ ઓફિસ પર ‘આર્ટિકલ 370’નું કુલ કલેક્શન 13.4 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
‘આર્ટિકલ 370’ શુક્રવારે (23 ફેબ્રુઆરી, 2024) સિનેમા લવર્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે ‘આર્ટિકલ 370’નો બોક્સ ઓફિસ પર વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી સ્ટારર ફિલ્મ ‘ક્રેક’ સાથે ટક્કર થઈ છે, આમ છતાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે અને ‘ક્રેક’ને પણ માત આપી રહી છે. પ્રથમ દિવસે, 13.4 કરોડના કલેક્શન સાથે ‘આર્ટિકલ 370’ એ ‘ક્રેક’ને ટક્કર આપી છે.
જેણે 4.25 કરોડની ઓપનિંગ કરી હતી.
હવે બીજા દિવસે પણ યામી ગૌતમની ફિલ્મ ‘ક્રેક’ માત આપી રહી છે.
કલમ 370 કાશ્મીરની વાર્તા જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કરવાના નિર્ણય પર આધારિત છે.
આર્ટિકલ 370 હટાવવા પાછળ શું રણનીતિ હતી? આટલા મોટા નિર્ણય પાછળ કોણ હતા? તે સમયે શું ઘટનાઓ હતી?- આ જ ફિલ્મની વાર્તા કહે છે. આઝાદી બાદથી અમલમાં આવેલી આ જોગવાઈને તુરંત જ દૂર કરવામાં નથી આવી. આ માટે બે-ત્રણ વર્ષથી પડદા પાછળ ઘણી ચર્ચા થઈ હતી.
કાશ્મીરની સ્થિતિ વણસી રહી હતી, આવી સ્થિતિમાં સરકારે એ ખાસ ધ્યાન રાખવાનું હતું કે, ત્યાં હિંસા પણ ન થાય અને આ કલમ પણ હટી જાય. 2016માં આતંકવાદી બુરહાન વાનીનું એન્કાઉન્ટર થયું એ વખતે જ આ કલમ હટાવવાનો પહેલો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
બુરહાનનો સામનો કરનાર અધિકારી જૂની હક્સર (યામી ગૌતમ)ને કાશ્મીરમાંથી કાઢી મૂકવામાં આવે છે અને શિસ્તના ભંગના આરોપસર દિલ્હી મોકલવામાં આવે છે.
આ પછી, PM0 અધિકારી રાજેશ્વરી સ્વામીનાથન (પ્રિયામણિ) ના કહેવા પર, જૂનીને NIAનો એજન્ટ બનાવીને ફરીથી કાશ્મીર મોકલવામાં આવે છે. જૂનીને ત્યાંના રાજકારણીઓ, અલગતાવાદીઓ અને બદમાશો સાથે વ્યવહાર કરીને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની જવાબદારી આપવામાં આવે છે. અહીં દિલ્હીમાં કલમ 370 હટાવવા માટે દરેક નિયમ અને કાયદાકીય યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ફિલ્મમાં યામી ગૌતમ, પ્રિયામણી, કિરણ કર્માકર અને અરુણ ગોવિલ મહત્વના રોલમાં જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું છે.
‘આર્ટિકલ 370’નું બજેટ 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ ફિલ્મ ચાલી જતા આવનારા દિવસોમાં સારું એવું કલેક્શન કરશે તેમ મનાય રહ્યું છે.