અમેરિકામાં 23 જાન્યુઆરી, 2024ના રોજ, 23 વર્ષીય જ્હાન્વી કંડુલા નામની ભારતીય યુવતી સિએટલમાં રોડ ક્રોસ કરી રહી હતી તે દરમ્યાન પોલીસ અધિકારી કેવિન ડેવના પોલીસ વાહનની ટક્કરથી જ્હાન્વીનું મોત થયા બાદ અમેરિકન પોલીસ અધિકારી સામે કોઈ ગુનાહિત આરોપ ન લાગ્યો અને કોઈ ફોજદારી કાર્યવાહી પણ ન થતા સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે છે આ બાબતને ગંભીર રીતે ઉઠાવી છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે તે જ્હાન્વી અને તેના પરિવારને ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય સહાયતા આપવાનું ચાલુ રાખશે. તે આ કેસની તપાસ કરી રહેલા વકીલોના પણ સંપર્કમાં છે.
અમે આ બાબતે સિએટલ પોલીસ સહિત અન્ય સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ વાત કરી છે. કેસ હવે સમીક્ષા માટે સિએટલ સિટી એટર્ની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે સિએટલ પોલીસ તેની વહીવટી તપાસ પૂર્ણ કરે તેની રાહ જોઈ રહ્યા છીએ અને કેસની પ્રગતિ પર નજર રાખવાનું ચાલુ રાખીશું.
વિગતો મુજબ 23 જાન્યુઆરી, 2024ના રોજ, 23 વર્ષીય જ્હાન્વી કંડુલા સિએટલમાં રોડ ક્રોસ કરતી હતી તે વખતે પોલીસ અધિકારી કેવિન ડેવેએ તેને પેટ્રોલિંગ વાહન સાથે ટક્કર મારી હતી.
આ ટક્કરથી જ્હાન્વીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે કેવિન ડેવેની કારની સ્પીડ 74 માઈલ પ્રતિ કલાક હતી.
ટક્કર બાદ જ્હાન્વી 100 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી.
આ મામલે પોલીસ અધિકારી સામે કોઈ ગુનો નહિ નોંધાતા ભારતીય દુતાવાસ દ્વારા આ મામલે સ્થાનિક તંત્રનું ધ્યાન દોરી ગુનો કરનાર સામે પગલાં ભરવા માંગ કરી છે.