RCB પ્રથમ મેચમાં CSK સાથે ટકરાશે, બે તબક્કામાં રમાશે આઈપીએલ

પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર
બીસીસીઆઈએ પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શિડ્યુલ જાહેર કર્યું છે. 7 એપ્રિલે લખનૌ અને ગુજરાત વચ્ચે ટક્કર થશે. લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ બાકીની મેચોનો સમયપત્રક જાહેર કરવામાં આવશે.

પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે
CSK અને RCB વચ્ચેની ઓપનિંગ મેચ ચેન્નાઈમાં રમાશે. પ્રથમ તબક્કામાં જાહેર કરાયેલા શેડ્યૂલમાં 4 ડબલ હેડર મેચ જોવા મળશે. અત્યાર સુધીમાં, BCCIએ 7 એપ્રિલ સુધી રમાનારી મેચોનું માત્ર શેડ્યૂલ જાહેર કર્યું છે.

આખી આઈપીએલ ભારતમાં જ રમાશે

અરુણ ધૂમલે કહ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે તેને વિદેશ ખસેડવાનો કોઈ પ્લાન નથી. આ પહેલા 2009ની સામાન્ય ચૂંટણી દરમિયાન આઇપીએલની આખી સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી, જ્યારે 2014માં કેટલીક મેચો યુએઇમાં યોજાઇ હતી. આ પછી, 2019 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, આ લીગનું સંપૂર્ણ આયોજન દેશમાં કરવામાં આવ્યું હતું. જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલની ફાઇનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે.