અમેરિકામાં 50 સૌથી શક્તિશાળી હસ્તીઓની રેન્ક જાહેર થઈ,જેમાં ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ 24મા ક્રમે છે.
શિકાગો એ અમેરિકાના ઇલિનોઇસ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અહીં શિકાગો મેગેઝીનમાં આ યાદી પ્રસિદ્ધ થઈ છે, જેમાં ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ નો સમાવેશ કરાયો છે અને તેઓને ગ્રેટર શિકાગો વિસ્તારમાં દક્ષિણ એશિયાના “સૌથી પ્રભાવશાળી” વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે,આ સાથે તેઓ સર્વોચ્ચ પદ હાંસલ કરનાર દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
મહત્વનું છે કે કૃષ્ણમૂર્તિ (50) દેશમાં વિવિધ મુદ્દાઓની તપાસ માટે રચાયેલી ‘હાઉસ ઓવરસાઇટ’ સબકમિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમનું ઝુંબેશ ફંડ US$14.4 મિલિયન હોવાનું કહેવાય છે, જે કોઈપણ ઈલિનોઈસ કોંગ્રેસમેન કરતા ત્રણ ગણું વધારે છે.
મેગેઝીનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ વર્ષ 2026માં યુએસ સંસદની ચૂંટણી લડવાની પણ તૈયારી કરી રહ્યા છે.
એક રાજકીય સલાહકારે કહ્યું, “રાજા અત્યંત પ્રભાવશાળી છે.” મેગેઝિને કહ્યું, “કૃષ્ણમૂર્તિએ વર્ષ 2022માં ડેમોક્રેટિક ઉમેદવારો અને ‘ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટી’ને US $ 460,000નું દાન આપ્યું હતું.
આ યાદીમાં ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિત્ઝકરનું નામ ટોચ પર છે અને શિકાગોના મેયર બ્રાન્ડન જોન્સનનું નામ બીજા સ્થાને છે.