સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા નામની મોડલે તેના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનામાં પોલીસે મૃતક યુવતીના ફોનની તપાસમાં આ મોડલ સનરાઇઝર્સ હૈદરાબાદ (sunrisers hyderabad) માટે રમતા ઓલરાઉન્ડર IPL ખેલાડી અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા અભિષેક શર્માને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવી શકે છે.
જોકે, હાલ તો પોલીસે યુવતીના મોબાઈલમાંથી મળેલો નંબર, ફોટા અને મેસેજના આધારે IPL ખેલાડી અભિષેક શર્માને ટેલિફોનિક સંપર્ક કરી આ મામલે જાણ કરી છે.
આ કેસમાં પોલીસે આજે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા છે.
મૂળ રાજસ્થાનની વતની અને વેસુ ખાતે આવેલા હેપ્પી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી 28 વર્ષીય મોડલ તાનિયાએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તાનિયા છેલ્લા દોઢથી બે વર્ષથી ફેશન ડીઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી.
આ ઘટનામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
સુરતની મોડલ તાન્યા આપઘાત પ્રકરણમાં IPL ખેલાડી અભિષેક શર્માનું કનેક્શન?પાંચ લોકોના નિવેદન લેતી પોલીસ
