ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે કહ્યું કે ગત વર્ષની સરખામણીએ સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનમાં 20 ટકાનો ઉછાળો આવ્યો
ન્યૂઝીલેન્ડના સ્ટુડન્ટ વિઝાની અરજીઓ ધીમી ગતિએ ચકાસાઇ રહી હોવાની બૂમ થોડા સમય પહેલા પડી હતી અને હવે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા સ્વીકાર કરાયો છે કે એપ્લિકેશનની ચકાસણીમાં થોડો વધુ સમય જઇ રહ્યો છે. જોકે તે માટેના કારણો પણ ઇમિગ્રેશન વિભાગ દ્વારા જાહેર કરાયા છે.
સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનમાં 20 ટકાનો ઉછાળો
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા આજે જાહેર કરાયું છે કે સ્ટુડન્ટ વિઝાની ચકાસણીમાં મોડા થવા બદલ અનેક કારણ છે. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2022/2023ના પીક પિરિયડની સરખામણીમાં સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાં 20%નો વધારો થયો છે અને ફેબ્રુઆરીથી માર્ચ 2024 દરમિયાન સ્ટુડન્ટ વિઝાની અરજીઓની મોટી માત્રાની પણ અપેક્ષા રાખીએ છીએ, કારણ કે જે વિદ્યાર્થીઓ પહેલાથી જ ન્યુઝીલેન્ડમાં છે તેઓ બીજા કોર્સ માટે પણ અરજી કરી રહ્યા છે. અમે આ અરજીઓ પર પ્રક્રિયા કરતા કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો છે અને તેમને વધુ સારા સાધનો અને લેટર ટેમ્પલેટ પ્રદાન કર્યા છે, જે નિર્ણયને વધુ ચોક્કસ અને સચોટ બનાવશે.
પર્મેનેન્ટ રેસિડેન્સી અરજીઓને કારણે પણ સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનને અસર પહોંચી
લોકડાઉન પછીની નીતિમાં 200,000 થી વધુ ઇમિગ્રન્ટ્સને ફાસ્ટ-ટ્રેક રેસિડેન્સી આપવામાં આવી હતી અને તે બધા લોકો હવે બે વર્ષ બાદ પર્મેનન્ટ રેસિડેન્સી માટે અરજીઓ કરી રહ્યા છે. આથી સ્ટુડન્ટ વિઝાના નિકાલમાં ગતિ ધીમમી પડવા માટે આ પણ એક કારણ સામે આવ્યું છે.
વધુ માહિતી માટે આપ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની આ લિંક પર ક્લિક કરી શકો છો. https://www.immigration.govt.nz/about-us/media-centre/news-notifications/student-visa-processing-improvements
નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાનું એકમાત્ર ગુજરાતી અખબાર