કતારમાં મૃત્યુદંડની સજા પામેલા સાત ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચી ગયા છે.
ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દરમિયાનગીરી વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતુ,કારણકે કતરમાં કડક સજાની જોગવાઈ છે, જે મોતના મુખમાંથી પરત ફરવા જેવું છે.
પણ મોદીજી છે તો મુમકીન છે.
રવિવારે મોડી રાત્રે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો જ પરત ફર્યા છે.
ભારત સરકારે કતારના નિર્ણયને આવકાર્યો છે.
તમને જણાવી દઈએ કે, કતરે જાસૂસીના આરોપમાં આઠ પૂર્વ નૌસેના અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી.
કતારથી પરત ફરેલા નાગરિકોએ કહ્યું કે અમે ભારત પાછા આવવા માટે 18 મહિના સુધી રાહ જોઈ છે. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ.
પીએમ મોદીના હસ્તક્ષેપ વિના પરત આવવાનું અશક્ય હતું.
અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
મહત્વનું છે કે આઠ ભૂતપૂર્વ મરીન દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસમાં કામ કરતા હતા. જેઓની ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે, આરોપો ક્યારેય જાહેર કરવામાં આવ્યા ન હતા.
સૂત્રોનું કહેવું છે કે તમામ પર સબમરીન પ્રોજેક્ટની જાસૂસી કરવાનો આરોપ હતો.
અલ દહરાહ ગ્લોબલ કંપની કતારના લશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.
એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ ઓક્ટોબરમાં કતારની નીચલી અદાલતે ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
કેન્દ્ર સરકારને આ પગલાથી આશ્ચર્ય થયું કારણ કે કતારે અગાઉ આ અંગે કોઈ માહિતી આપી ન હતી.
બાદમાં ભારતે આ નિર્ણય સામે અપીલ કરી હતી.
કતાર ભારતનો કુદરતી ગેસનો મુખ્ય સપ્લાયર છે.
લગભગ આઠ લાખ ભારતીયો ત્યાં કામ કરે છે,બંને દેશો વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે.
જોકે, ભારતે જ્યારે વિરોધ કર્યો ત્યારે કતારએ આઠ અધિકારીઓની મૃત્યુદંડની સજા નાબૂદ કરી હતી.
વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી.
દુબઈમાં COP-28 કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની વચ્ચેની મળેલી બેઠકના ચાર અઠવાડિયાની અંદર આ જાહેરાત કરવામાં આવી હતી.
આમ,PM મોદીની સીધી દરમિયાનગીરી બાદ તમામની સજા રદ કરી તેઓને છોડી મુકવામાં આવ્યા છે.