સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે સતત બીજી વખત SAT20 ટાઇટલ જીત્યુ છે અને ફાઇનલમાં ડર્બન સુપર જાયન્ટ્સને હરાવીને ચેમ્પિયન બની હતી.
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે દક્ષિણ આફ્રિકા T20 ક્રિકેટ લીગની બીજી સીઝનનું ટાઇટલ જીતી લીધું છે. સનરાઇઝર્સ ટીમે ફાઇનલ મેચમાં ડરબન સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું.
શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં સનરાજર્સ ઈસ્ટર્ન કેપે ડરબન સુપર જાયન્ટ્સને 89 રનના વિશાળ અંતરથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ ટીમનો શરૂઆતથી જ દબદબો હતો અને તેણે બેટીંગ અને બોલિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સાઉથ આફ્રિકા T20 ક્રિકેટ લીગની ટાઈટલ મેચમાં ટોસ સનરાઈઝર્સની તરફેણમાં આવ્યો અને તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
જોકે, સનરાઇઝર્સની શરૂઆત સારી રહી ન હતી અને ટીમને પહેલો ફટકો ડેવિડ મલાનના રૂપમાં માત્ર 15 રન બનાવીને લાગ્યો હતો.
જોકે, બાદમાં ટોમ બેલ (55 રન) અને જોર્ડન (42 રન)એ તોફાની બેટિંગ શરૂ કરતા આ બે બેટ્સમેન ઉપરાંત ટીમના કેપ્ટન એડન માર્કરામ (42 રન) અને ટ્રીસ્ટન સ્ટબ્સ (56 રન) પણ શાનદાર રમતા તેઓના સંયુક્ત જોરદાર બેટિંગના કારણે સનરાઇઝર્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 204 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
આમ,બેટિંગ બાદ બોલિંગમાં પણ સનરાઇઝર્સની ટીમ શાનદાર ફોર્મમાં રહી હતી.
ખાસ કરીને ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર માર્કો જેન્સેન ખતરનાક ફોર્મમાં જોવા મળ્યો અને આ બોલિંગ સામે સુપર જાયન્ટ્સનો કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને બેટિંગ કરી શક્યો ન હતો.
ટાઇટલ મેચમાં માર્કો યેનેસને 4 ઓવરના સ્પેલમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે એઈડન માર્કરામની કેપ્ટન્સીમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે વર્ષ 2023માં SAT20 ટાઈટલ પણ જીત્યું હતું.
હવે વર્ષ 2024માં સતત બીજી વખત એડને સનરાઇઝર્સ ટીમને ચેમ્પિયન બનાવી છે.