આર્યન ખાનને મળ્યા જામીન

  મુંબઇ હાઇકોર્ટે આપ્યા જામીન 

ડ્રગ્સ કેસમાં આખરે આર્યનને જામીન 

મુનમુન ધમેચા, અર્બાઝ મર્ચન્ટને પણ જામીન 

ત્રણેય આવતીકાલે જ બહાર આવશે

કોર્ટ આવતીકાલે જ ઓપરેટિવ ઓર્ડર આપશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ક્રૂઝ પર ડ્રગ્સમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ જેલ અને જામીનની વચ્ચે ફસાયો છે. આર્યાનની જામીન પર બે દિવસથી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહીં છે. આજે ફરી એકવાર જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે.


ડ્રગ્સ કેસમાં આર્યન ખાન ઉપરાંત મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટને પણ બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યાં છે. જોકે, આર્યન ખાન આજે નહીં પરંતુ આવતી કાલે જેલની બહાર આવશે. આર્યન ખાનને ત્રીજા પ્રયત્ને જામીન મળ્યાં છે. આ પહેલા સેશન્સ કોર્ટે આર્યાન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.
એસજી અનિલ સિંહની દલીલોના જવાબ આપતા આર્યનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ, આર્યન-અરબાજ સાથે હતા પરંતુ આર્યનને ખબર નહતી કે અરબાઝ પાસે ડ્રગ્સ હતી. આર્યને કોઇ કાવતરૂ ઘડ્યું નથી. કાવતરાને સાબિત કરવા માટે પુરાવા હોવા જોઇએ. માનવ અને ગાબા આર્યાન ખાનને જાણતા હતા પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં બે લોકોને પહેલા જ જામીન મળી ચૂક્યાં છે.


આર્યાન કેટલાય વર્ષથી ડ્રગ્સ લે છેઃ ASG અનિલ સિંહએનસીબીના વકીલ એએસજી અનિલ સિંહે હાઇ કોર્ટમાં સુનાણી દરમિયાન કહ્યું હતું કે આર્યન ખાન કેટલાય વર્ષથી ડ્રગ્સ લે છે અને પેડલર સાથે પણ તેના સંબંધ છે. તેની ચેટમાં પણ તે વાત પણ સામે આવી છે કે તે ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો હતો. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થવાની છે તેની માહિતી આર્યાનને પહેલાથી જ હતી.