2024નો અંડર-19 વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ અજેય રહીને ફાઇનલમાં પ્રવેશી છે.
હવે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. જો આમ થશે તો 18 વર્ષ પછી ટાઈટલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.
પ્રથમ સેમિફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
હવે બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે.
બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જાય છે તો ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો થઈ શકે છે.
અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે.
આ પહેલા 8 ફેબ્રુઆરીએ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારતની જેમ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પણ ટૂર્નામેન્ટમાં અજેય રહ્યા છે. પાકિસ્તાને તેની તમામ મેચો જીતી લીધી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો 11 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
મહત્વનું છે કે 2006માં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી.
આ લો સ્કોરિંગ મેચ પાકિસ્તાને જીતી હતી.
ફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમ માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જો કે આ પછી તેણે ભારતીય ટીમને માત્ર 71 રન જ બનાવવા દીધા હતા. આવી સ્થિતિમાં જો આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ થશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે 18 વર્ષ જૂની હારનો બદલો લેવાનો મોકો મળી શકે છે.