ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડા ભારત તરફથી સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે ત્યારે ભારતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જ્યાં સુધી કેનેડાની સરકાર આ મામલે કંઈ નક્કર પુરાવા નહિ આપે ત્યાં સુધી કેનેડિયન તપાસકર્તાઓને ભારત કોઇ મદદ કરશે નહીં.

કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેઇલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું છે કે જ્યાં સુધી ઓટાવામાં કથિત નિજજર હત્યામાં ભારત સામેલ છે તે પ્રકારના જ્યાં સુધી તમામ પુરાવાઓ શેર નહીં કરે ત્યાં સુધી તપાસમાં મદદ કરશે નહીં.

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે 18 જૂને વાનકુવરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના ત્રણ મહિના બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારત ઉપર આરોપ લગાવી આખી દુનિયાને ચોંકાવી દીધી હતી ટ્રુડો એ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.

ભારતે કેનેડાના આરોપોને સખત રીતે વખોડી કાઢી રદિયો આપ્યો હતો અને પુરાવા માંગ્યા હતા પરંતુ આજ સુધી કેનેડા તરફથી કોઈ નક્કર પુરાવો આપ્યો નથી.
આ ઘટના બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે