બ્રિટનમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક સરકારે ભારતીય પૂજારીઓને વિઝા આપવા મામલે કોઇ પગલાં નહિ ભરતા બ્રિટનમાં લગભગ 500માંથી 50 મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે અને અનેક મંદિરોમાં પૂજા સહિતના કામો અટકી પડ્યા છે પરિણામે ભારતીય સમુદાયમાં સુનક સરકાર સામે નારાજગી વધી રહી છે.

હકીકતમાં, બ્રિટનમાં લગભગ 20 લાખ ભારતીય હિંદુઓ રહેતા હોય ભારતીય પરંપરા મુજબ દરેક સારા-નરસા પ્રસંગ માટે પૂજારી મહત્વપૂર્ણ છે.
આ પૂજારીઓ મંદિરોમાં સેવા કાર્યની સાથે, પૂજારીઓ ભારતીયોના હાઉસ વોર્મિંગ અને લગ્ન સમારંભો પણ કરે છે.

અહીં રહેતા ભારતીય સમુદાયમાં સુનક સરકાર આવશે ત્યારે વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવે તેવી અપેક્ષા હતી કારણ કે તેઓ હિંદુ હોવાને કારણે સમસ્યાઓને સમજશે અને કંઈક રસ્તો કાઢશે તેમ હતું પણ સુનક સરકાર હજુ સુધી આમ કરવામાં નિષ્ફળ રહી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.

બ્રિટનમાં પૂજારી માટે ટિયર-5 ધાર્મિક વિઝા આપવામાં આવે છે.
આ એક અસ્થાયી વિઝા છે,મંદિર સમિતિ નવા પૂજારી માટે વિઝાનો સમયગાળો પૂરો થવાના 6 મહિના પહેલા વિઝા અરજી શરૂ કરે છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં મંજૂરી મળતી નથી.
ભારતીયોની માંગ છે કે ટિયર-5 ધાર્મિક વિઝા બેથી વધારીને ત્રણ વર્ષ કરવા જોઈએ પણ તેનો કોઈ ઉકેલ આવી શક્યો નથી પરિણામે ભારતીયોમાં સુનક સરકાર સામે નારાજગી વધી રહી છે.

-આવો જાણીએ ભારતીય મુળના ઋષિ સુનક વિશે..

● ઋષિની પત્નીનું નામ અક્ષતા મૂર્તિ છે. તેમને 2 દીકરીઓ છે, જેનું નામ કૃષ્ણા અને અનુષ્કા છે. તેમણે વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં.

● ઋષિ સુનકનાં માતા-પિતા મૂળ ભારતના પંજાબના રહેવાસી હતાં, જેઓ વિદેશમાં સ્થાયી થયા હતાં.

● સુનકનો જન્મ યુકેના હેમ્પશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.

● તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

● ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે.

● રાજનીતિમાં જોડાતા પહેલાં ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડમાં કામ કર્યું હતું. આ પછી તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મની પણ સ્થાપના કરી.

● તેમની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસ (MHS)માં નોકરી કરે છે. સુનકના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે.