સૌરાષ્ટ્ર ટીમના ક્રિકેટર પાસેથી દારૂ મળતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
વિગતો મુજબ સૌરાષ્ટ્રની U-23ની ક્રિકેટ ટીમ સી.કે.નાયડુ ક્રિકેટ ટૂર્નામેન્ટનો મેચ રમવા ચંદીગઢ ગઇ હતી અને મેચ જીતીને પરત ફરતી વખતે પાંચ ખેલાડીએ પોતાની કિટમાં દારૂ-બીયરનો જથ્થો છુપાવી લાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આ દારૂનો જથ્થો ઝડપી લઈ પાંચેય કિટ કબજે કરતા સમગ્ર વાતનો ભાંડાફોડ થયો હતો. પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા,પાર્શ્વનાથ રાણા, સ્મિતરાજ ઝાલાની કીટ માંથી દારૂ મળ્યો હોવાની વાત ચર્ચામાં છે.
આ મામલે એસસીએને જાણ કરતાં એસસીએ પણ આ વાત ઉપર કથિત રીતે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
ટીમના પાંચ ખેલાડીની ક્રિકેટ કિટમાંથી ૨૭ બોટલ દારૂ અને 2 પેટી બિયર મળ્યા હોવાની વાત છે.
આ વાતને લઈ હવે જીતની ખુશી વિવાદમાં સપડાઈ ગઈ છે.
આ ૨૫ જાન્યુઆરીની આ ઘટના છે અને કસ્ટમ વિભાગે ઈન્ડિગો કાર્ગો કંપનીને પણ નોટિસ પાઠવી હોવાનું કહેવાય છે.
જોકે જે રીતે ચર્ચા ચાલી રહી છે તેમ કોઈ રણજી રમતા ખેલાડીના દબાણ બાદ યુવા ક્રિકેટર દારૂ લાવવા મજબૂર બન્યાની ચર્ચા વેગવંતી બની છે અને તે દિશામાં તપાસ થાયતો દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ હોવાનું કહેવાય છે.
–હવે આ પ્રકરણમાં કેટલાક સવાલ ઉભા થઈ રહયા છે જે વિચાર માંગી લે તેવા છે અને તે દિશામાં તપાસ થાયતો તથ્ય સામે આવી શકે તેમ છે.
(1) આ પ્રકરણમાં SCAએ દારૂકાંડ પર પડદો પાડવાની જરૂર કેમ ઉભી થઈ?
(2) કયા સીનિયર ખેલાડીના ઇશારે યુવા ખેલાડીયો દારૂ લાવવા મજબૂર બન્યા?
(3) આખા પ્રકરણમાં જેની ચર્ચા છે તે સીનિયર ખેલાડીની ધાક અને પ્રભાવ એસોસિયેશનમાં વધુ છે ?
(4) બે ખેલાડીના પરિવારજનો SCAમાં ઉચ્ચ હોદ્દેદાર છે તો શું તેમની કોઈ જગ્યાએ સંડોવણી છે ખરી ?
(5) શું આવું અગાઉથી બની રહ્યું છે?
આ આખો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આ પ્રકરણમાં સત્ય સામે આવે તેવું લોકો ઇચ્છી રહયા છે.