ગુજરાતના જાણિતા વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલનું નિધન થતાં તેઓના પરિવાર અને પત્રકાર આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તેઓના અંતિમ સંસ્કાર તેમના વતન રાજુલામાં કરવામાં આવ્યા હતા.
જે રીતે વિગતો સામે આવી રહી છે તેમાં આહીર પરિવારમાં જન્મેલા 60 વર્ષીય દિલિપ ગોહિલને રાજકોટમાં તાવ આવ્યા બાદ સામાન્ય શરદી-ઉધરસ થતાં તેઓ19મી જાન્યુઆરીએ આરામ માટે વતન રાજુલા ગયા હતા જ્યાં રાજુલામાં તબિયત વધુ બગડતા તેઓને ભાવનગર બજરંગદાસ
હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, સારવાર દરમ્યાન 27મી જાન્યુઆરીની રાત્રે તબિયત વધુ બગડી અને મોડી રાત્રે તેઓનું નિધન થયું હતું.
સ્વ.દિલીપભાઈના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન, પુત્ર કુણાલ,
પુત્રી કુંજને તેઓ વિલાપ કરતા છોડી ગયા છે.
પત્રકારત્વ જગતમાં છેલ્લા ત્રણ દાયકાની સફરમાં તેઓએ પ્રિન્ટથી
માંડી ડિજિટલ મીડિયા સુધી કામ કર્યું હતુ રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં
વિવિધ અખબારો, સામાયિક, ટીવી ચેનલ અને હવેના સોશયલ મીડિયા જગતમાં તેઓએ વેબસાઇટ માટે પણ કામ કર્યું હતું,તેઓએ પત્રકારતત્વની શરૂઆત મુંબઈમાં સમકાલીનથી કરી હતી. જે બાદ તેઓએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. તેઓની કર્મષ્ઠ,
નિષ્ઠાવાન, નિડર પત્રકારમાં ગણના થતી હતી તેઓની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને ખોટ
પડી છે.
આજે 9:30 વાગ્યે રાજુલામાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. દિલીપભાઈ ગોહિલ ની સ્મશાન યાત્રા છતડીયા રોડ સવિતાનગર તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો દિલીપભાઈની અંતિમ યાત્રામાં જોડાયા હતા.