ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ હતી.
75મા પ્રજાસત્તાક દિન નિમિતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ વંદન કર્યું હતુ આ કાર્યક્રમમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહિત મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત અનેક માહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પોલીસ જવાનો દ્વારા બાઈક સ્ટટં, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુરક્ષા ફોર્સની બટાલીયનો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 25 જેટલી સુરક્ષા દળના જવાનોની ટીમો ઉપરાંત કોસ્ટગાર્ડ, BSF,ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ, ગુજરાત પોલીસ સહિત વિવિધ જિલ્લા પોલીસની ટીમો જોડાઈ હતી.
ગુજરાતની મહિલા પોલીસે દિલધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કર્યા હતા. ધ્વજવંદન બાદ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
આ તકે રાજ્યપાલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મુખ્યમંત્રી પટેલે ‘X’ પર લખ્યું, “તમામ નાગરિકોને 75માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
“ભારત માતાની આઝાદી માટે બલિદાન આપનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણ નિર્માતાઓને વંદન. જ્યારે આપણે આઝાદીના અમૃતની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પાટનગર ગાંધીનગરમાં રાજ્યના પાર્ટી હેડક્વાર્ટર ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો.