લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પરિવારવાદ પર મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવેદન પર ટ્વીટ કર્યું છે, જેના પછી બિહારમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.
શું બિહારમાં વિપક્ષનું મહાગઠબંધન તૂટવાની અણી પર છે? હવે આ સવાલ સામે આવ્યો છે.
બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે જે શબ્દોમાં સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ શેર કરી છે તેને નીતિશ કુમાર પર સીધો હુમલો માનવામાં આવી રહ્યો છે,નીતીશ કુમાર પણ આનાથી નારાજ છે,જોકે,બાદમાં તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
આરજેડી ચીફ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેણે બિહારમાં રાજકીય તોફાન મચાવ્યું છે. રોહિણીએ સીએમ નીતિશ કુમારનું નામ લીધા વગર જે રીતે પોસ્ટ કરી હતી જે નીચે મુજબ છે.
ભાજપ આ ટ્વીટને મુખ્યમંત્રીના સંદર્ભ તરીકે ગણાવી રહ્યું છે, જ્યારે આરજેડી આ ટ્વિટને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ પણ આ નિવેદન પર ટિપ્પણી કરી અને કહ્યું કે એવું લાગે છે કે હવે વિપક્ષનું ગઠબંધન પત્તાના ઘરની જેમ તૂટી પડવાનું શરૂ કરી દીધું છે.