કેનેડાની ટ્રુડો સરકાર દ્વારા 2022ના વર્ષમાં ફેબ્રુઆરી દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સીને કોર્ટે અયોગ્ય જાહેર કરી છે.
સરકારે કહ્યું છે કે તે કોર્ટના નિર્ણય પર ફરીથી અપીલ કરશે.
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ફેબ્રુઆરી 2022 માં કોવિડ -19 રસીકરણનો વિરોધ કરી રહેલા ફ્રીડમ કાફલાને રોકવા માટે કટોકટીની સ્થિતિ લાદી હતી.
આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે ઓટાવાની ફેડરલ કોર્ટે સરકારને ભીંસમાં લીધી છે અને આ કટોકટી ગેરવ્યાજબી ગણાવી છે.
મંગળવારે આપવામાં આવેલા આ નિર્ણયમાં જસ્ટિસ રિચર્ડ જી. મોસ્લેએ કહ્યું કે ઈમરજન્સી લાદવાનો સરકારનો નિર્ણય યોગ્ય નથી. સરકાર દ્વારા તેની તરફેણમાં આપવામાં આવેલી દલીલો યોગ્ય નથી, સરકારે આ બાબતે વિચારવું જોઈતું હતું.

કેનેડામાં ફેબ્રુઆરી 2022માં ઈમરજન્સી લાદવામાં આવી હતી
કોર્ટે કહ્યું કે 14 ફેબ્રુઆરી, 2022ના રોજ સ્વતંત્રતા કાફલાની ચળવળ તેના 18માં દિવસે પ્રવેશી કે તરત જ સરકારે ઈમરજન્સી એક્ટ 1988 હેઠળ ઈમરજન્સી લાદી દીધી. આ સમય દરમિયાન સરકારે ઓટાવામાં વિરોધ કરી રહેલા લોકોને દૂર કરવા માટે અસાધારણ શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. દેખાવકારોએ ત્રણ અઠવાડિયા સુધી આ સ્થળે પડાવ નાખ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કાયદો પસાર થયો ત્યારથી કેનેડામાં ક્યારેય તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

જસ્ટિસ રિચર્ડ જી. મોસ્લેએ તેમના નિર્ણયમાં લખ્યું – ‘હું તારણ કાઢું છું કે દેશમાં કોઈ રાષ્ટ્રીય કટોકટી નહોતી જે ઈમરજન્સી એક્ટ લાદવામાં આવે. સરકાર માટે આવું કરવાનું નક્કી કરવું અયોગ્ય હતું.

–ટ્રુડો સરકાર આ નિર્ણય સામે કોર્ટમાં ફરી અપીલ કરશે

આ નિર્ણય પર નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેનેડિયન પત્રકારોને કહ્યું, ‘અમે માનીએ છીએ કે અમે તે સમયે જરૂરી અને કેટલાક કાયદાકીય કારણોસર આવું કર્યું હતું.’ સરકાર આ નિર્ણય સામે અપીલ કરશે.

આપને જણાવી દઈએ કે કેટલાક નાગરિક સ્વતંત્રતા જૂથો, કેનેડિયન સિવિલ લિબર્ટીઝ એસોસિએશન (CCLA) અને કેનેડિયન કોન્સ્ટિટ્યુશન ફાઉન્ડેશને ઈમરજન્સી લાદવાની સરકારના અદેશને કોર્ટમાં પડકાર્યો હતો જેમાં બે સહભાગીઓ પણ અપીલ કરવામાં સામેલ હતા.
એક રિપોર્ટ અનુસાર આ પ્રદર્શનકારીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

ચુકાદો જાહેર થયા બાદ વિપક્ષે ટ્રુડો પર પ્રહારો કર્યા હતા.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલીવરે આ અંગે ટ્વિટ કર્યું છે.

CCLAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નોહ મેન્ડેલસોહન અવિવે કહ્યું: “કટોકટી સત્તાઓ આત્યંતિક સંજોગોમાં જરૂરી છે, પરંતુ તે લોકશાહી માટે જોખમી પણ છે. તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ પ્રદર્શનને સમાપ્ત કરવા માટે કટોકટી લાદવી જરૂરી ન હતી પણ કાયદાની મર્યાદામાં યોગ્ય પોલીસ કાર્યવાહી થઈ શકી હોત.