32 વર્ષનાં મહિલા સાંસદ કમલ ખેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેબિનેટમાં ફેરબદલ કરીને ભારતીય મૂળની અનિતા આનંદને નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. અનિતા ભારતીય મૂળના હરજીત સજ્જનનું સ્થાન લેશે, જેઓ લાંબા સમયથી સંરક્ષણ પ્રધાન હતા. નિષ્ણાતો કહે છે કે તેમનો ભાર મોટા સૈન્ય સુધારાઓ પર હોવો જોઈએ.
આ સાથે કેનેડાના ઈતિહાસમાં રક્ષામંત્રી તરીકે કોઈ મહિલાની પસંદગી કરવામાં આવી હોય તેવી આ બીજી ઘટના છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે તેમના નવા કેબિનેટની જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે સજ્જનને આંતરરાષ્ટ્રીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે.
અનિતા આનંદ કોણ છે?
અનિતાનો નોવા સ્કોટિયામાં વર્ષ 1967માં જન્મ થયો હતો, તેમના ભારતીય માતા અને પિતા બન્ને વ્યવસાયિક રીતે તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમના માતા સરોજ ડી.રામ પંજાબના છે અને પિતા એસ.વી.આનંદ તામિલનાડુના વતની છે.યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાંથી લો પ્રોફેસર તરીકે જવાબદારી ધરાવતા હતા. તેઓ ટોરન્ટો નજીક ઓકવિલેમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ વર્ષ 2019માં પ્રધાનમંત્રી જસ્ટિન દ્વારા તેમની પબ્લિક સર્વિસ અને પ્રોક્યુરમેન્ટ બાબતના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
ભારતીય-કેનેડિયન 32 વર્ષનાં મહિલા સાંસદ કમલ ખેરાએ મંત્રી તરીકે શપથ લીધા
ટ્રુડોના મંત્રી મંડળમાં બ્રમ્પટન વેસ્ટથી અન્ય ભારતીય-કેનેડિયન 32 વર્ષના મહિલા સાંસદ કમલ ખેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે ભારતીય મૂળની કુલ મહિલાને સરકારમાં સ્થાન મળ્યું છે. અગાઉ ભારતીય-કેનેડિયન મંત્રી બરદિશ ચાગર કેનેડાના યુવા સહિત ડાઈવર્સિટી મંત્રાલયની જવાબદારી ધરાવતા હતા. અત્યારે નવા કેબિનેટમાં છ મહિલા મંત્રીઓમાં બે ભારતીય-કેનેડિયન મહિલા મંત્રી સ્થાન ધરાવે છે.