અયોધ્યાને 2500 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યુ,થાઈલેન્ડ અને આર્જેન્ટિનાથી આવ્યો સામાન

ભારતમાં આવતી કાલે તા.22મીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ઉદ્ઘાટન અને રામલલાની નવી મૂર્તિના અભિષેક કાર્યક્રમને લઈ દેશ વિદેશમાં ભારે ઉત્સાહ છે અને ભગવાન રામની નગરી અયોધ્યાને 2500 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવી રહી છે.

આ માટે દિલ્હી અને કોલકાતા સહિત દેશ અને વિદેશમાંથી ફૂલો મંગાવવામાં આવ્યા છે, થાઈલેન્ડ અને આર્જેન્ટિનાથી પણ સુંદર વિદેશી ફૂલોનો કન્સાઈનમેન્ટ આવી ગયા છે. અયોધ્યામાં રામપથ, એરપોર્ટથી રામ મંદિર વાયા NH-27 અને ધરમપથને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી રહયા છે,ભગવાન શ્રીરામ મંદિર ઉપર હેલિકોપ્ટરથી ગુલાબની પાંખડીઓ વરસાવવાનું પણ આયોજન કરાયું છે.

અયોધ્યામાં દેશ વિદેશથી અનેક મહાનુભાવો આવનાર છે ત્યારે ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવાઈ છે,આકાશથી જમીન સુધી સુરક્ષાનો અભ્યેદ કિલ્લો રચી દેવાયો છે અને શકમંદો ઉપર નજર રાખવામાં આવી રહી છે.

–અયોધ્યામાં 22મી જાન્યુઆરીના દિવસે PM મોદીનું આ મુજબ શિડ્યુલ રહેશે.

–તા. 22 જાન્યુઆરીએ શ્રી રામલલા મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

• સવારે 10:25: અયોધ્યા એરપોર્ટ પર આગમન.

• સવારે 10:45: અયોધ્યા હેલિપેડ પર આગમન.

• સવારે 10:55: શ્રી રામ જન્મભૂમિ ખાતે આગમન

• 11:00 AM થી 12:00 PM: આરક્ષિત

• બપોરે 12:05 થી 12:55 વાગ્યા સુધી: અભિષેક સમારોહ

• બપોરે 12:55 કલાકે: પૂજા સ્થળથી પ્રસ્થાન.

• બપોરે 1:00 વાગ્યે: ​​જાહેર સ્થળ પર આગમન.

• બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી: અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં હાજરી

• બપોરે 2:10 કલાકે: કુબેર ટીલાના દર્શન કરશે.
દરમિયાન અયોધ્યામાં આવનાર મહેમાનો અને ભક્તો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.