ટીમ ઈન્ડિયાએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ બીજી સુપર ઓવરમાં જીતી લીધી છે. આ જીત સાથે ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત બે સુપર ઓવર રમાઈ હતી.

પ્રથમ અને બીજી ટી20 છ-છ વિકેટે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી20માં અફઘાનિસ્તાનને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. રોહિત શર્માના અણનમ 121 રન અને રિંકુ સિંહના અણનમ 69 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં ભારતે ચાર વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ પણ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 212 રન બનાવી શકી હતી. મેચ ટાઈ રહી હતી અને સુપર ઓવરમાં પહોંચી હતી. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમોએ 16-16 રન બનાવ્યા હતા. બીજી સુપર ઓવરમાં ભારતના 11 રનના જવાબમાં અફઘાનિસ્તાન એક રન બનાવી શક્યું અને ભારતે મેચ જીતી લીધી.

ભારતીય ટીમે સુપર ઓવરમાં જીતનો 100 ટકા રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી રોમાંચક મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એવી સૌપ્રથમ મેચ છે જેમાં બે સુપર ઓવર રમાઈ હતી.
શ્રેણીની આખરી અને ત્રીજી ટી-20 મેચ પહેલા 212ના સ્કોર પર ટાઇ પડી હતી. આ પછી 17 રનના સ્કોર પર પ્રથમ સુપર ઓવર ટાઈ થઈ હતી. બીજી સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાન માત્ર એક જ રન બનાવી શક્યું હતું. સુપર ઓવરમાં ભારત અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી.આમ, આ મેચ ભારે રોમાંચક રહેવા પામી હતી અને ભારતનો વિજય થયો હતો.