બેલ્જિયમના ભૂતપૂર્વ વડા પ્રધાન યવેસ લેટરમે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય બનાવવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
તેમણે કહ્યું છે કે આવા પગલાથી કાઉન્સિલની કાયદેસરતા અને પ્રતિનિધિત્વ વધશે.
લેટરમેએ પીટીઆઈ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે યુએનએસસીએ 21મી સદીની વાસ્તવિકતાઓને અનુરૂપ બનવાની જરૂર છે.
બેલ્જિયમના ભૂતપૂર્વ વડા પ્રધાન યવેસ લેટરમેએ ભારતના ભૌગોલિક રાજકીય કદને વધારવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે દેશે બહુપક્ષીય ક્ષેત્રમાં મજબૂત સ્થિતિ ઊભી કરી છે.
લેટરમે ઇન્ડિયા વેસ્ટ એશિયા યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) ની પ્રશંસા કરી અને તેને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) માટે પૂરક ગણાવ્યું.
યુએનએસસીના કાયમી સભ્યપદ માટે ભારતની બિડને ટેકો આપતા લેટરમે જણાવ્યું હતું કે, “ભારત, બ્રાઝિલ અને કેટલાક અન્ય ઉભરતા દેશોને નિર્ણય લેવાની પ્રક્રિયા પર પોતાનો અભિપ્રાય આપવા અને પ્રભાવિત કરવા દેવા માટે યુએન સુરક્ષા પરિષદને પુનઃગઠિત કરવાની જરૂર છે.” .