પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન તરીકે શાહીન આફ્રિદીની આ પ્રથમ શ્રેણી છે. આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મહત્વપૂર્ણ શ્રેણી છે. પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન શાહીન આફ્રિદીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે ત્રણ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 30 રન બનાવ્યા હતા. હાલમાં કેપ્ટન કેન વિલિયમસન અને ફિન એલન ક્રિઝ પર છે.
ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબજ નબળી રહી હતી.
શાહીનની ઓવરના બીજા જ બોલ પર ડેવોન કોનવે આઉટ થયો હતો. તેને પાકિસ્તાની કેપ્ટન આમિર જમાલના હાથે કેચ આઉટ થયો હતો. કોનવે ખાતું ખોલાવી શક્યો ન હતો. આ પછી શાહીન ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને આ ઓવરમાં એલને 24 રન બનાવ્યા. આ ઓવરમાં તેણે બે સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી.
–બંને ટીમોના પ્લેયર્સ નીચે મુજબ છે
પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન, સામ અયુબ, બાબર આઝમ, ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ, આઝમ ખાન (વિકેટમાં), આમર જમાલ, ઉસામા મીર (ટી-20 ડેબ્યૂ), શાહીન આફ્રિદી (કેપ્ટન), અબ્બાસ આફ્રિદી (ટી-20 ડેબ્યૂ), હરિસ રઉફ.
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે (wk), કેન વિલિયમસન (c), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, ઈશ સોઢી, બેન સીઅર્સ.