રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી વચ્ચે વડોદરા જિલ્લાના ડભોઇ સહિત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ ઉપરાંત સુરતના ઓલપાડ સહિતમાં કમોસમી વરસાદ પડયાના અહેવાલ છે.
દાહોદ જિલ્લામાં મોડી રાતે ગાજવીજ સાથેજ વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વરસાદ શરૂ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
દાહોદ, છોટા ઉદેપુર, વડોદરામાં કેટલાક વિસ્તારમાં વરસાદના અમી છાંટણા પડવા સાથે ડભોઈ, શિનોર, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
દાહોદ સહિત ગરબાડા, ધાનપુર, લીમખેડા, દેવગઢ બારિયા, સંજેલી સહિત વિસ્તારોમાં કમોમસી વરસાદ વરસ્યો છે.
ગતરોજ વલસાડ જિલ્લામાં પણ હળવો વરસાદ પડ્યો હતો.
વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડયાના અહેવાલો છે.
આમ,રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.