મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાનો વડા હાફિઝ સઈદ પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. આતંકવાદના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ તે 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે,સંયુક્ત રાષ્ટ્રએ પોતાની નવી માહિતીમાં આ મુજબ જણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે ડિસેમ્બરમાં ભારતે પાકિસ્તાનને યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સઈદનું પ્રત્યાર્પણ કરવા કહ્યું હતું, જે આતંકવાદના વિવિધ કેસોમાં ભારતમાં વોન્ટેડ છે.

UNSC પ્રતિબંધ સમિતિની સંશોધિત માહિતી જણાવે છે કે ડિસેમ્બર 2008માં અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો,આ પછી, સઈદ 12 ફેબ્રુઆરી 2020 થી પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે અને તે આતંકવાદને પ્રોત્સાહન આપવાના સાત ગુનામાં દોષિત જાહેર થયા બાદ તે 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હોવાની વાત યુએન દ્વારા અપડેટ માહિતીમાં જણાવવામાં આવી છે.