ન્યુઝીલેન્ડમાં સૌથી વરિષ્ઠ સાંસદોમાંના એક નનૈયા મહુતાને હરાવીને 21 વર્ષીય મેપી ક્લાર્ક માઓરીના ગયા વર્ષે ઓક્ટોબરમાં સંસદમાં ચૂંટાઇ આવ્યા હતા.
લોકોના અધિકારો માટે સતત અવાજ ઉઠાવનાર માયપી ક્લાર્કે ગયા મહિને આપેલા ભાષણમાં કહ્યું હતું કે મારું જીવન દેશના તમામ લોકોને સમર્પિત છે.

દરમિયાન તેણીએ ભાષણ સાથે સાથે હકા ડાન્સનું પ્રદર્શન કર્યું તે સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થયું છે.
આપને જણાવી દઈએ કે ‘હકા’ નૃત્ય આદિવાસીઓનું સ્વાગત કરવાની ખાસ પરંપરાગત રીત છે,જોકે તે યુદ્ધમાં જતી વખતે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટે કરાય છે. તે માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન નથી, પણ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે.
સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ સાંસદ સાથે ગીતનું પુનરાવર્તન કર્યું હતું.
આમ,આજકાલ 21 વર્ષની સાંસદ હાના રાવતી મેપી ક્લાર્ક ભારે ચર્ચામાં આવ્યા છે.Q