વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દાયકા જૂની પ્રતિજ્ઞા પૂર્ણ થનાર છે.
પીએમ મોદીએ 14 જાન્યુઆરી 1992ના રોજ જન્મભૂમિ ખાતે રામ લલ્લાના દર્શન કર્યા બાદ પ્રભુ શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભાવનાત્મક પ્રતિજ્ઞા લીધી હતી.
ગયા વર્ષોમાં તા. 14 જાન્યુઆરી, 1992 ના રોજ તેમના જન્મસ્થળ પર રામ લલ્લાની સામે લીધેલ તેમની ભાવનાત્મક પ્રતિજ્ઞા સાકાર થશે.
મહત્વનું છે કે તા.11 ડિસેમ્બર 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુઆરી 1992ના રોજ અયોધ્યા પહોંચી હતી,આ યાત્રામાં પૂર્વ આરએસએસ પ્રચારક અને ગુજરાત ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ મુરલી મનોહર જોશી સાથે આવ્યા હતા અને ભગવાન શ્રી રામના જન્મસ્થળની મુલાકાતે ગયા ત્યારે તેમણે પ્રતિજ્ઞા લીધી કે ભગવાન શ્રી રામનું મંદિર બનશે અને તે મંદિરમાં બેસીને પ્રભુ શ્રી રામના દર્શન કરવા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં મોદી મોરેશિયસમાં આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં ગયા હતા જ્યાં તેમણે રામલલાના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા ત્યારે આ વાત કહી હતી.
આમ,અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં આગામી તા.22મી જાન્યુઆરીના રોજ શ્રીરામ લલ્લાના અભિષેક સાથેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દાયકા જૂની પ્રતિજ્ઞા પણ પૂર્ણ થશે.
આ દિવસે આંખની પટ્ટી હટાવ્યા બાદ મોદી નવા મંદિરમાં મુખ્ય યજમાન તરીકે રામ લલ્લાના પ્રથમ દર્શન કરશે.