સિડની: ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન યુદ્ધ પીડિતો અને માનવતાવાદી મૂલ્યો માટે અવાજ ઉઠાવવા બદલ ઉસ્માન ખ્વાજાની પ્રશંસા કરી હતી.
પર્થમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ ગાઝા અને પેલેસ્ટાઇનના પીડિતોના સમર્થનમાં સૂઝ અને બેટ ઉપર સંદેશ લખી યુદ્ધ સમાપ્ત કરવા મેસેજ આપ્યો હતો,જેની સામે આઇસીસીએ તેને ચેતવણી આપી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ખ્વાજાને તેના સૂઝ અને બેટ ઉપર ગાઝામાં યુદ્ધનો અંત લાવવાનો સંદેશ લખી તેને શેર કરવા સાથે તેણે હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાના વિચારો શેર કરવાનો પ્રયાસ કર્યો હતો જેની સામે આઇસીસીએ તેને ઠપકો આપ્યો હતો અને તેના પર કાળા હાથની પટ્ટીને કારણે કપડાં અને સાધનોના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે અલ્બેનીઝ, કિરીબિલી હાઉસ ખાતે તેમના નવા વર્ષના સ્વાગત દરમિયાન બંને ટીમોને સંબોધિત કરતી વખતે, માનવતાવાદી મૂલ્યો માટે ઊભા રહેવાની હિંમત કરવા બદલ ખ્વાજાની પ્રશંસા કરી હતી.
પીએમે કહ્યું, ‘હું ખ્વાજાને માનવીય મૂલ્યો માટે ઊભા રહેવાની હિંમત માટે અભિનંદન આપવા માંગુ છું. તેણે હિંમત બતાવી છે અને ટીમે તેને સમર્થન આપ્યું છે તે મોટી વાત છે.
બુધવારથી શરૂ થનારી આ SCG ટેસ્ટ માત્ર શ્રેણીના અંતને જ નહીં પરંતુ ખ્વાજા અને તેના બાળપણના મિત્ર વોર્નર વચ્ચેની અંતિમ ભાગીદારી પણ દર્શાવે છે.
અલ્બેનિસે કહ્યું, ‘જ્યારે ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નર મેદાન પર આવશે, તે ખૂબ જ ખાસ ક્ષણ હશે