અમેરિકામાં રહેતા અને કામ કરતા લોકો માટે ખૂબજ મોટા ગુડન્યૂઝ છે.
ત્યાંના 22 રાજ્યોમાં પહેલી તારીખથી લઘુત્તમ વેતન’ વધારવામાં આવ્યું છે. આનાથી એક કરોડથી વધુ કામદારોને ફાયદો થશે.

— લઘુત્તમ વેતન ખરેખર એક નિશ્ચિત રકમ છે જે કામદારોને મળે છે.

અમેરિકામાં ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં લઘુત્તમ વેતનમાં સૌથી વધુ વધારો થયો છે.
હવે ત્યાં કામ કરતા કામદારોને ઓછામાં ઓછા $16 પ્રતિ કલાક મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે આનો સૌથી વધુ ફાયદો મહિલાઓને થશે. આનો લાભ લેનાર દરેક 10 કામદારોમાંથી છ મહિલાઓ હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યો સિવાય 38 શહેરો અને કાઉન્ટીઓએ પણ લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.

–નીચે મુજબના રાજ્યોમાં લઘુત્તમ વેતનમાં વધારો થયો છે.

અલાસ્કા: $11.73
એરિઝોના: $14.35
કેલિફોર્નિયા: $16
કોલોરાડો: $14.42
કનેક્ટિકટ: $15.69
ડેલવેર: $13.25
હવાઈ: $14
ઇલિનોઇસ: $14
માઈન: $14.15
મેરીલેન્ડ: $15
મિશિગન: $10.33
મિનેસોટા: $10.85
મિઝોરી: $12.30
મોન્ટાના: $10.30
નેબ્રાસ્કા: $12
ન્યૂ જર્સી: $15.13
ન્યૂ યોર્ક: $16
ઓહિયો: $10.45
રોડે આઇલેન્ડ: $14
દક્ષિણ ડાકોટા: $11.20
વર્મોન્ટ: $13.67
વોશિંગ્ટન: $16.28